તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
કચ્છના ભચાઉમાં બે અલગ-અલગ જગ્યાએ આગ લાગી: કંથકોટ અને વામકા ગામમાં આગ ભભૂકી
તાલુકાના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આગ ફાટી નીકળતાં સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાંથી પણ આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. તાલુકાના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આગ ફાટી નીકળતાં સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ લાગવાનો પ્રથમ બનાવ ભચાઉના ઐતિહાસિક કંથકોટ ગામમાંથી સામે આવ્યો છે. અહીં આવેલા 'ભસવા વાડી' વિસ્તારમાં અચાનક જ કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગવાનો બીજો બનાવ ભચાઉ નજીક આવેલા વામકા ગામ પાસે બન્યો હતો, જ્યાં રોડની બાજુમાં આવેલા ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પવનના કારણે ઝાડીઓમાં લાગેલી આગ ઝડપથી આગળ વધવા લાગી હતી.
બંને સ્થળોએ આગ લાગવાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ફાયર ફાઈટર સાથે બંને લોકેશન પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ બંને જગ્યાએ લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
વાડી વિસ્તાર અને ઝાડી-ઝાંખરામાં લાગેલી આ આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે આ બંને અકસ્માતોમાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જેને પગલે તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
