તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
જામનગરમાં માધવ સ્ક્વેરના મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગ : લિફ્ટમાં ફસાયેલ વ્યક્તિનું ફાયર ટીમે કર્યું રેસ્ક્યૂ
તુલસી હોટલ સામે સવારે 09:42 કલાકે બનેલી ઘટના, વીજ પુરવઠો ખોરવાયો, કોઈ જાનહાનિ નહીં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : શહેરમાં તુલસી હોટલની સામે આવેલ માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આજે સવારે 09:42 કલાક આસપાસ આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
મેઈન મીટર બોક્સમાં આગ લાગવાના કારણે બિલ્ડિંગનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયેલ હોવાનું જાણવા મળતાં ફાયર ટીમે ઝડપી અને સુરક્ષિત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યો હતો.
આ ઘટનામાં ફાયર વ્હીકલ દ્વારા ફાયર ફાઈટિંગ કરવાની જરૂર પડી ન હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
