હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં 'કર્તવ્ય નંદી ઘર'ના લાભાર્થે ફટાકડા સ્ટોરનો પ્રારંભ.
રતકલા ગ્રાઉન્ડ ખાતે 5000 ફૂટથી મોટી જગ્યામાં ઉચ્ચ ગુણવત્તાના ફટાકડા મળશે: તમામ નફો અબોલ નંદીઓના આશ્રમ માટે વપરાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી તથા આસપાસના વિસ્તારોમાં રખડતા, ઘાયલ અને બીમાર પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સેવા અને સારવાર કરતું 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર' હવે અબોલ નંદીઓ માટે મોરબીમાં 'કર્તવ્ય નંદી ઘર' (આશ્રમ) નું નિર્માણ કરવા જઈ રહ્યું છે. આ નંદી ઘરના લાભાર્થે દિવાળીના તહેવારોમાં મોરબીની જીવદયા પ્રેમી જનતા માટે એક વિશાળ ફટાકડા સ્ટોરનું આયોજન ક૨વામાં આવ્યું છે.
મોરબીના શનાળા રોડ પર, સ્કાય મોલની બાજુમાં આવેલા રતકલા ગ્રાઉન્ડ ખાતે 5000 ચોરસ ફૂટથી પણ મોટી જગ્યામાં 30 ઓક્ટોબર થી 08 નવેમ્બર સુધી આ ફટાકડા સ્ટોર ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોર પર તદ્દન વ્યાજબી ભાવે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફટાકડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફટાકડાના વેચાણમાંથી થતો તમામ નફો માત્રને માત્ર 'કર્તવ્ય નંદી ઘર' ના નિર્માણના પવિત્ર કાર્યમાં જ વાપરવામાં આવશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીની જીવદયા પ્રેમી જનતાને ફટાકડાની ખરીદી કર્તવ્ય નંદી ઘરના લાભાર્થે કરવા અને રખડતા, બીમાર અને પીડિત નંદીઓને આશ્રય આપવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે 75748 85747 પર સંપર્ક કરવા જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
