તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 27th July 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: 12 સમિતિઓના ચેરમેન નિમાયા
બે મહિના પછી અંતે સુરેન્દ્રનગર ટાઉનહોલ ખાતે પ્રથમ સામાન્ય સભા યોજાઈ : સભામાં અંદરો-અંદરના વિવાદને પૂર્ણ કરીને 12 સમિતિઓના ચેરમેનની નિમણૂક અને ખાતાની ફાળવણી કરાઈ .

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૫૨ બેઠકોમાંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક કોંગ્રેસે જીતી હતી. ત્યારબાદ રાકેશ રાઠોડને મેયર, સ્મિતા રાવલને ડેપ્યુટી મેયર અને નિખિલ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
બે મહિના પછી અંતે સુરેન્દ્રનગર ટાઉનહોલ ખાતે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં અંદરો-અંદરના વિવાદને પૂર્ણ કરીને 12 સમિતિઓના ચેરમેનની નિમણૂક અને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી
વઢવાણ વિસ્તારના 8 કોર્પોરેટરોમાંથી 4 કોર્પોરેટરોને ચેરમેન પદે નિમણૂક આપવામાં આવી છે. ડેપ્યુટી મેયર સ્મિતા રાવલ, ટાઉન પ્લાનિંગ ચેરમેન વનરાજસિંહ સોલંકી, ગટર સમિતિ ચેરમેન કુસુમબેન સોલંકી અને સ્ટાફ સિલેક્શન સમિતિ ચેરમેન પ્રવીણ પરમાર વઢવાણ વિસ્તારમાંથી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
