<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગુજરાતમાં સહુ પ્રથમ ભાવનગરથી અમલઃ સ્‍પાની કમાણીમાંથી ખરીદેલ મિલકત જપ્‍તઃ ખળભળાટ

સાવધાનઃ ગુન્‍હાહિત કમાંણીથી ઉભી કરેલ મિલકત પોલીસ હવે નવા કાયદા મુજબ જપ્ત કરતા અચકાશે નહિ : રેન્‍જ વડા આર.વી. અસારીના માર્ગદર્શનમાં અને ભાવનગર જિલ્લા પોલિસ વડા નિતેશ પાંડેના નેતૃત્‍વમાં ASP ઘનશ્‍યામ ગૌતમ, DYSP આર.આર. સિધંલ, પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર દિપક ઉનડકટ અને નીલમબાગ પોલિસ સ્‍ટેશન સ્‍ટાફની કાર્યવાહી : અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ગેરકાયદેસર આવકમાંથી ખરીદેલ મિલકત વિગેરે પર પોલીસ કાયદાની કઈ કલમ દ્વારા ત્રાટકી શકે તેની રસપ્રદ બાબતો ભાવનગર એસપી નિતેશ પાંડે અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા.૨૦: ગુજરાતમાં પ્રથમ વખત BNSS ની કલમ-૧૦૭ હેઠળ માનવ તસ્‍કરીના રેકેટની ૩.૮૦ લાખની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ આયુર થાઈ ફેમિલી સ્‍પા નામના સ્‍થળે અનૈતિક પ્રવળત્તિઓ અને માનવ તસ્‍કરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું કે આ ગુનાહિત કમાણીમાંથી ત્રીજા માળની દુકાન નં-૩૦૬, ઈવા સરવી કોમ્‍પ્‍લેક્‍સ ખરીદવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત ૩ લાખ રૂપિયા છે.

પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરી ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ કોર્ટમાં મિલકત ટાંચમાં લેવા અરજી કરવામાં આવી હતી. ત્‍યારબાદ કોર્ટના હુકમના આધારે ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ આ મિલકત જપ્ત કરી સીલ કરવામાં આવી છે.

આ અંગે ભાવનગર એસપી નિતેશ પાંડેએ અકીલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્‍યું હતું કે, જેની સામે આરોપ છે અને જેની મિલકત છે તેનું નામ શબાનાબેન છે. નવા ફોજદારી કાયદા BNSS ૨૦૨૩ ની કલમ-૧૦૭ હેઠળ ગુનાહિત કમાણીમાંથી ઊભી કરેલી મિલકત જપ્ત કરવાની આ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી છે.

 

(11:29 AM IST)