<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ભોજલધામમાં કાલે પ્રથમ પાટોત્‍સવ અને ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવ : કારતીકી પૂનમે ફતેપુરમાં લાખો ભક્‍તો ઉમટશે

સેવા, સંસ્‍કાર અને જ્ઞાનનો ત્રિવેણી સંગમની જગ્‍યાએ ધ્‍વજારોહણ, ધર્મસભા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, અન્નકૂટ દર્શન અને દીકરીઓના કન્‍યાદાનનો ભવ્‍ય ઉત્‍સવ

રાજકોટ, તા.,૨૩ :  સેવા, સંસ્‍કાર અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ એટલે આપણું ભોજલધામ. સદગુરુ શ્રી રામેતવન મહારાજની અને ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કળપાથી ભોજલધામ ફતેપુર ગામે પ્રાતઃસ્‍મરણીય પૂજ્‍ય ભોજલરામ બાપાના ભવ્‍ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ પાટોત્‍સવ નિમિત્તે ભવ્‍ય સમૂહ લગ્નનું આયોજન શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ - ફતેપુર દ્વારા કરવામાં આવ્‍યું છે.

કારતીકી પૂનમ ભોજલધામ માટે અત્‍યંત પવિત્ર અને અલૌકિક દિવસ છે. આ શાશ્વત દિવસે, સંતશ્રી ભોજલરામ બાપાને સ્‍વયં ભગવાન ચતુર્ભુજ ધારી દ્વારકાધીશના સ્‍વરૂપમાં પ્રગટ થઈને દર્શન આપ્‍યા હતા. બાપાના હાથ પર શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપ અંકિત કરીને તેમને વિશેષ આશીર્વાદ આપ્‍યા હતા. જે મૂર્તિમાંથી દ્વારકાધીશ પ્રગટ થયા હતા તે મૂર્તિ આજે પણ બાપાના મંદિરમાં બિરાજમાન છે.

ર્ંમહોત્‍સવના કાર્યક્રમોમાં રક્‍તદાન કેમ્‍પનું ઉદ્ધાટન સવારના ૮.૦૦ કલાકે,  ગ્રહ શાંતિ યજ્ઞ પ્રભાતે ૯.૩૦ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧૨.૦૦ કલાક, સમૂહ લગ્ન    બપોરના ૪.૪૫ કલાકે, ધર્મ સભા, સાંજના ૬.૦૦ કલાકે, ભોજન પ્રસાદ સાંજના ૮.૦૦ કલાકે, ભજન સંતવાણી રાત્રીના ૯.૦૦ કલાકે યોજાશે. ર્ંસમૂહ લગ્નના કાર્યક્રમમાં જાન આગમન - બપોરના ૩.૩૦ કલાકે, વરઘોડો - ૪.૦૦ કલાકે, હસ્‍ત મેળાપ -૪.૪૫ કલાકે, ભોજન પ્રસાદ - સાંજના ૮.૦૦ કલાકે, જાન વિદાય - રાત્રીના ૯.૦૦ કલાકે.

આ ઉત્‍સવ પ્રસંગે ધ્‍વજારોહણ, ધર્મસભા, દાતાઓના સન્‍માન, બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા અન્નકૂટના દર્શન કરવા તેમજ દીકરીઓના કન્‍યાદાન પ્રસંગે આશીર્વાદ આપવા આપ સૌને સહપરિવાર, મિત્રમંડળ સહિત પધારવા હૃદયપૂર્વક ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.

દીકરીઓને કરિયાવરમાં કુલ ર્ં૧૩૭ આઈટર્મં આપવામાં આવશે. જેમાં ૧૮૦ લીટર ફ્રીઝ, 5x6 પેટી પલંગ, ડનલોપ ગાદી, કબાટ, સોફો, ૧ ગ્રામ સોનાનું મંગળસૂત્ર, ચાંદીના છડા, સોનાની નથ, ટીપોઈ, બાજોટ, દીવાલ ઘડિયાળ, પંખો, ઈષાી, સાડી, ડ્રેસ, ઓશીકા, બ્‍લેન્‍કેટ, ઓછાડ, પાટલા, ખુરશી સહિત ઘરવપરાશની તમામ વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

મહોત્‍સવના મુખ્‍ય દાતાશ્રીની રક્‍તતુલ્લા કરી તેમનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવશે. પ.પૂ. શ્રી રઘુરામબાપા - ગાદિપતિશ્રી જલારામબાપાની જગ્‍યા, વીરપુર, પ.પૂ. શ્રી જેરામબાપુ - મહંતશ્રી આપાગીગા ગાદી મંદિર, બગસરા, પ.પૂ. શ્રી બાબુરામબાપુ - મહંતશ્રી ધના ભક્‍તની જગ્‍યા, ધોળા, પ.પૂ. નરેશદાદા ત્રિવેદી - સુપ્રસિદ્ધ કથાકારશ્રી, સુરત, પ.પૂ. શ્રી કેતનબાપુ - ગાદિપતિશ્રી વાલ્‍મરામધામ, ગારીયાધાર, પ.પૂ. શ્રી લવજીબાપુ - ખોડિયાર મંદિર, નેસડી, પ.પૂ. શ્રી શંકર મહારાજ - સુપ્રસિદ્ધ કથાકારશ્રી, રાજકોટ, પ.પૂ. શ્રી રઘુવીરદાસ - રામજી મંદિર, જૂનાગઢ સહિત અનેક સંતો-મહંતો ઉપસ્‍થિત રહેશે.

 તેમ ગાદીપતિ શ્રી ભક્‍તિરામ બાપુ તથા શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ, મુ.પો. ફતેપુર, તા.જી. અમરેલી (ગુજરાત) - મો. ૯૪૨૮૬ ૧૫૫૧૧ ની યાદીમાં જણાવ્‍યું છે.

(12:18 PM IST)