તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મોરબી જીલ્લાની આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ-2026 માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રીયા 14 મેથી શરૂ થશે.
ઉમેદવાર ઇન્ટરનેટના માધ્યમથી itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત રાજ્ય, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેરની યાદીમાં જણાવાયું છે કે આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2026 માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. 14 મેના રોજ શરુ થશે.
ઉમેદવાર ઇન્ટરનેટના માધ્યમથી itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ.50 રજીસ્ટ્રેસન ફી 1. Internet Banking. 2. Credit Card 3.UPI ID - UPI QR Code. 4 .NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઈ પણ સરકારી આઈ.ટી.આઈ ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે સવારે 10 થી 5 વાગ્યા દરમ્યાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે.ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 23 જૂન છે.
વધુ માહીતી માટે સંસ્થાની વેબ સાઇટ itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. (1) ધો - 8/9/10 ની માર્કશીટ (2) શાળા છોડયાનું પ્રમાણપત્ર (3) આધારકાર્ડની ઝેરોક્ષ (4) જાતી/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (5) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (6) પાસપોર્ટ સાઈઝનો ફોટો. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક ક૨વા જણાવાયું છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
