તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મેઘરાજાનો પ્રથમ તબક્કો : રાજકોટ જીલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં ૧૧ાા ઇંચ તો સૌથી ઓછો જસદણ ક્ષેત્રમાં માત્ર ૧ ઇંચ
રાજકોટ તાલુકામાં પ ઇંચ : ૪ થી પ તાલુકામાં અછતના એંધાણ વર્તાવાનું શરૂ

રાજકોટ, તા., ૮: મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ પુરો થયો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર વરસી સોથ વાળી દિધો. પરંતુ રાજકોટ સહિત ૮ થી ૯ જીલ્લામાં માત્ર હળવો વરસાદ વરસ્યો છે.
આજે સવારે કલેકટરના જીલ્લા કન્ટ્રોલરૂમ પરથી મળતી વિગતો મુજબ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેર-તાલુકા સહિત અન્ય તમામ ૧૧ તાલુકામાં કુલ એવરેજ ૧૩૮.૪પ મી.મી. એટલે કે પાા ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જીલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ ધોરાજીમાં ર૮ર મી.મી. એટલે કે ૧૧ાા ઇંચ અને સૌથી ઓછો વરસાદ જસદણ તાલુકામાં રર મીમી એટલે કે ૧ ઇંચ જેવો થયો છે.
અન્ય તાલુકાની વીગતો જોઇએ તો પડધરી- ૩પ મી.મી.(૧ાા ઇંચ) રાજકોટ -૧રપ મી.મી.(પ ઇંચ), લોધીકા (૧૭પ મી.મી.) એટલે કે ૭ ઇંચ, કોટડા સાંગાણી-૧૧૩૭ મી.મી. (પાા ઇંચ), ગોંડલ-ર૧૯ મી.મી.(૮ાા ઇંચ), જામકંડોરણા-૧૩૬ મી.મી. (પાા ઇંચ), ઉપલેટા-૧૭પ મી.મી. (૭ ઇંચ), ધોરાજી-ર૮ર મી.મી.(૧૧ાા ઇંચ), જેતપુર ૧૬૪ મી.મી. (૬ાા ઇંચ) અને વીંછીયા-પ૩ મી.મી. (ર ઇંચ) વરસાદ પડયો છે.
પ્રથમ વરસાદમાં ઘટ હોય, રાજકોટ જીલ્લાના ૪ થી પ તાલુકામાં હાલ અછતના એંધાણ વર્તાઇ રહયા છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
