તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
કેશોદમાં સીઝનનો પ્રથમ વરસાદ સવા પાંચ ઇંચઃ આખી રાત વરસ્યો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૨: ભારે આતુરતા ના અંતે ગઈકાલથી કેશોદ વિસ્તારમાં મેઘરાજાએ મંડાણ કરતા લોકોના જીવમાં જીવ આવેલ છે. ૧લી જુલાઈ લોકો માટે શુકનીયાર સાબિત થયેલ છે. લગભગ છેલ્લા ૧૮ કલાકમાં વાવણી લાયક વરસાદ કેશોદ વિસ્તારની ધરતી પર મેઘ રાજાએ ભેટ કરી દીધા છે.
ગઈકાલ બપોરના ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થયેલ મેઘવી માહોલ બાદ આજે સવારના ૭ વાગ્યા સુધીમાંસવાર સુધીમાં સીઝન નો સૌ પ્રથમ વરસાદ સવા પાંચ ઇંચ જેવો થવા પામેલ છે. આ સાથે જ માર્ગો પર પાણી દોડતા થઈ જવા પામેલ છે.
આ અંગે અત્રેથી ચાર કિલોમીટર દૂર મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા સૂત્રોએ જણાવેલ હતું કે સીઝનનો પ્રથમ વરસાદ કુલ ૧૩૫ મિલિમિટર વરસાદ આજ સવાર સુધીમાં પડી જવા પામેલ છે.
ગઈકાલે બપોરના ૧૨:૦૦ વાગ્યાના શરૂ થયેલ વરસાદ રાત્રિના આઠ વાગ્યા સુધીમાં આશરે સવાલ જેવો વર્ષેલ હતો ત્યારબાદ આખી રાત્રી દરમિયાન વધુ ચાર ઇંચ જેવો વરસાદ થવા પામેલ છે.
આખી રાત વરસાદ ચાલુ જ રહેતો. અત્રે ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછી વધતી માત્રામાં વરસાદ પડેલ છે. વરસાદ પડતા લોકોમાં લાગણી અનુભવયેલ છે. વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો ભારે ખુશ ખુશાલ જણાઈ રહ્યા છે. સવારે ૭:૩૦ કલાકે ના સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ધીમીધારે વરસાદ ચાલુ જ છે અને આકાશમાં વાતાવરણ એક રસ જોવા મળેલ હોય વધુ વરસાદની શક્યતા જણાઈ રહ્યા છે.વરસાદના કારણે વાતાવરણમાં જોવા પામેલ છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
