તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત જ અનુસૂચિત આદિજાતિ મહિલા પ્રમુખને સત્તાનું સુકાન
બાબુભાઈ હુંબલની આગેવાની હેઠળ કોંગ્રેસનો ગઢ ગણાતી ભીમાસર બેઠક પ્રથમ વખત ભાજપે જીતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૩૮ માંથી ૩૪ બેઠકો મેળવી ઝળહળતી ફત્તેહ મેળવ્યા બાદ આજે ભાજપ સત્તાનું સુકાન સંભાળશે. કચ્છ જિલ્લા પંચાયતના ૨૩ માં પ્રમુખ તરીકે પ્રથમવાર અનુસૂચિત આદિજાતિના મહિલા સદસ્ય પ્રભાબેન હુણ કાર્યભાર સંભાળશે. પ્રભાબેન હુણની વધુ એક સિદ્ધિ કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી અંજારની ભીમાસર બેઠક જીતવાની છે. ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પ્રથમ વખત જ ભીમાસર બેઠક જીતી છે. જોકે, ભીમાસરમાં કોંગ્રેસને હરાવી ભાજપને જીતાડવામાં કચ્છ ભાજપના આગેવાન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલનો સિંહફાળો છે.
હોદ્દેદારોની વરણીમાં ભાજપે સમગ્ર જિલ્લાને આવરી લઈ રાજકીય બેલેન્સ જાળવ્યું છે. ઉપપ્રમુખ પદ્દે મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે હરીશ ભંડેરી, શાસકપક્ષના નેતાનું પદ્દ ધનજીભાઈ ચાવડા અને દંડક તરીકે મેઘબાઈ ગઢવીની વરણી કરાઈ છે
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
