<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદરના દરિયામાં ગેરકાયદે લાઇટ ફિંશીંગ કરનાર માછીમાર ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૪:  ગોસાબારા પાસે દરિયામાં રાત્રીના બોટમાંથી ગેરકાયદે એલઇડી લાઇટનો પ્રકાશ ફેંકીને ગેરકાયદે ફિશીંગ કરનાર સુત્રાપાડાના મહેન્‍દ્ર વરજાંગભાઇ બારૈયાને નવી બંદર મરીન પોલીસે પકડી લીધો હતો.

ગેરકાયદે એલઇડી લાઇટ ફિશીંગ કરતા ઝડપાયેલ આ માછીમાર સામે નવી બોટ મરીશ પોલીસે ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ તથા પેટા કલમ હેઠળ ગુન્‍હો નોંધ્‍યો છે. નવી બંદર મરીન પોલીસ સ્‍ટેશનના એએસઆઇ રાયદેભાઇ મુરૂભાઇ ઓડેદરા તપાસ ચલાવે છે.

(1:21 PM IST)