<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

વેરાવળ બંદરે માછીમારોની મુશ્કેલી: વેરાવળથી દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતીય બોટો દ્વારા ગેરકાયદે માછીમારી

માછલીઓની આવક ઘટતાં વેરાવળ બંદરે બોટોનો ખડકલો: 5 હજારથી વધુ ફિશિંગ બોટ ધરાવતા બંદરના માછીમારોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ

ગીર સોમનાથઃ વેરાવળ બંદરે માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. વેરાવળથી દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતીય બોટો દ્વારા ગેરકાયદે માછીમારી કરવામાં આવતી હોવાના સ્થાનિક માછીમારોએ આક્ષેપ કર્યા છે. માછલીઓની આવક ઘટતાં વેરાવળ બંદરે બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ફિશિંગ બોટ ધરાવતા બંદરના માછીમારોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે માછીમાર એસોસિએશનના પ્રમુખે મંત્રી, પોલીસ, કોસ્ટગાર્ડ અને ફિશરીઝ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. ગેરકાયદે માછીમારીની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

(8:05 PM IST)