News of Tuesday, 2nd June 2026
ગીર સોમનાથ જિલ્લામાં ૩૧ જૂલાઇ સુધી માછીમારોનું વેકેશન

પ્રભાસપાટણ તા. ૧: સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાનો ૧૧૦ કિ.મી.નો સગાર તા.૧લી જૂનથી ૧૫ ઓગષ્ટ એટલે કે ૭૬ દિવસ સુધી દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ રહેશે.
માછલીઓના સંવર્ધન માટે સરકારના મહત્વના નિર્ણયસમુ આ અંગે એક જાહેરનામુ પણ બહાર પાડવામા આવેલ છે.જેમાં રાજયના કળષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧ જૂનથી ૩૧ જૂલાઈ અને ગુજરાત મત્સય ઉદ્યોગના ૨૦૨૦ના ફેરફાર મુજબ આ પ્રતિબંધ ૧ જૂન થી ૧૫ ઓગષ્ટ સુધી કુલ ૭૬ દિવસ સુધીનો ઙ્કતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સય ઉદ્યોગ કાયદો ૨૦૦૩ની કલમ ૬/૧ના ભંગ બદલ દંડને પાત્ર થશે.રાજયના આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈડઝ ક્રાફટ(લાકડાની બિન યાંત્રિક) એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામા આવેલ છે.વેકેશનના ગાળામાં સાગરખેડૂ માછીમાર પરિવારમાં લગ્નોત્સવ,યાત્રા , હિસાબ-કિતાબ,કોલ્ડ સ્ટોરેજના સાધનોની સ્થળોનો પ્રવાસ, બોટ સમારરામ, રીપેરીંગ, રંગકામ, જાળગુંફૂ સાફસુફી, નવી બોટો બનાવવાનું આયોજન,દરિયામાંથી બંદરે આવેલી બોટોને ક્રેઈનો દ્વારકા વેકેશન પીરીયડમાં કાંઠે ચડાવવવી, કોઈ ટુંકો સમય પરુતો વ્યવસાય મળે તેમાં જોડાવું,સ્થાનિક ધર્મ-ધ્યાન-ધુનમંડળમાં ભાગ લેવો સહિતની પ્રવળતિઓમાં કાર્યશીલ રહે છે. તસ્વીરમાં વેકેશન પડતાં બંદરો હજારો બોટો ના થપ્પા લાગેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
