તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
હનુમાનજી મંદિર પાસે બાવળની જાડમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જાંબુડિયા ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળની જાડમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનાભાઈ જુસબભાઈ ભરવાડિયા, નવઘણ હીરાભાઈ સીતાપરા, ઋત્વિક રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા અને વિપુલ દિનેશભાઈ સોલંકી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૪૦૦ જપ્ત કરી છે
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
