<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા.

શનાળા બાયપાસ નજીક લાયનસનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શોને એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા નજીક લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

     મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન શનાળા બાયપાસ નજીક લાયનસનગરમાં જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા,નીમીશભાઈ હરેશભાઈ માવજીયા,હરેશભાઈ દીપકભાઈ દેલવાણીયા,દીપકભાઈ હનુભાઈ કસકીયા અને સુભાષભાઈ દિલીપભાઈ હળવદીયાને રોકડ રકમ રૂ.૩૩૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:30 PM IST)