<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાજકોટ જીલ્લામાં જુગારના પ દરોડાઃ ૩૬ પકડાયા

સુલ્‍તાનપુરમાં ૧૦, ગોંડલમાં ૮, ઢાંકમાં ૮, ધોરાજીમાં ૬ અને જામકંડોરણાના ધોળીધાર ગામે પતા ટીંચતા ૪ પકડાયાઃ લાખોની મતા કબ્‍જે

 

 

રાજકોટ તા.રઃ રાજકોટ જીલ્લામાં અલગ-અલગ જુગારના પ દરોડામાં ૩૬ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં સુલતાનપુર પોલીસે સુલતાનપુર ગામે આવેલ દેવળકો નામથી ઓળખાથી સીમમાં આરોપી મેહુલ જીણાભાઇ ગોંડલીયા રહે.સુલતાનપુર તા.ગોંડલવાળાના કબ્‍જા ભોગવટાની વાડીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા (૧) મેહુલ જીણાભાઇ ગોંડલીયા ધંધો.ખેતી, (ર) લલીત અરજણભાઇ ભેસાણીયા ધંધો.ખેતી, (૩) રમેશ મગનભાઇ ગોંડલીયા ધંધો.ખેતી, (૪) રમેશ હીંમતભાઇ થડેશ્વર ધંધો.પ્રા.નોકરી, (પ) અશોક ઉર્ફે ગડો વલ્લભભાઇ ગોંડલીયા ધંધો.ખેતી, (૬) કમલેશ ગોૈરીશંકરભાઇ દવે ધંધો.ખેતી, (૭) ભરત ભીમજીભાઇ વૈષ્‍ણવ ધંધો.ખેતી, (૮) રાજેશ લાલજીભાઇ ગોંડલીયા ધંધો.ખેતી (૯) મનસુખ બચુભાઇ હીરપરા ધંધો. ખેતી તથા (૧૦) વિનુ લીંબાભાઇ ગોંડલીયા ધંધો.ખેતી રહે.તમામ સુલતાનપુર તા.ગોંડલને રોકડા રૂા. ૪,૫૦,૦૦૦, ૭ મોબાઇલ તથા પ બાઇક મળી કુલ રૂા.૫,૭૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ગોંડલ બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવે રાધીકા ફર્નીચર પાછળ રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) હિંમત જીણાભાઇ પટેલ ધંધો વેપાર રહે. ગોંડલ શાષાીનગર, જેતપુર રોડ (ર) પરેશ ચંદુભાઇ જીવાણી ધંધો ખેતી રહે. પાટીદડ તા. ગોંડલ (૩) કેવન નરશીભાઇ ભાલોડીયા ધંધો પ્રા. નોકરી રહે. ગોંડલ ગુંદાળા રોડ વલ્લભવાટીકા સોસાટી (૪) ધર્મેશભાઇ અનિલભાઇ ઘેટીયા ધંધો વેપાર રહે. ગોંડલ ગુંદાળા રોડ વલ્લભવાટીકા સોસાયટી (પ) સોહમ વિનોદભાઇ ગરાળા ધંધો પ્રા. નોકરી રહે. ગોંડલ ગુંદાળા રોડ લક્ષ્મીનગર સોસાયટી, (૬) સુનીલ નટવરભાઇ ખાચર ધંધો ખેતી રહે. પાટીદડ ગામ તા. ગોંડલ, (૭) આમીર ઇસ્‍માઇલભાઇ સૈયદ ધંધો ડ્રાઇવીંગ રહે. ગોંડલ મોવીયા, રોડ, પશુ દવાખાના પાછળ તથા (૮) રાકેશ કિશોરભાઇ કણસાગરા ધંધો ખેતી રહે. ગોંડલ ગુંદાળા રોડ વલ્લભવાટીકા સોસાયટીને રોકડા રૂા. પ૩,૦૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ઢાંક ગામે પટ્ટી નામની સીમમાં આરોચી ચીમનભાઇની વાડીએ રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા વાડી માલીક (૧) ચીમન જેઠાભાઇ રાણપરીયા (ર) રસિક જેઠાભાઇ રાણપરીયા (૩) અમિતભાઇ નવનીતભાઇ રાણપરીયા (૪) સહદેવ ચેતનભાઇ  મકવાણા (પ) ભીમજી ઉર્ફે કાનો દિનેશભાઇ મકવાણા (૬) દર્શિત ભગવાનજીભાઇ ગેડીયા, (૭) કલ્‍પેશ મોહનભાઇ ભંડેરી તથા (૮) કરણ ચંદુભાઇ ગૌસ્‍વામી રહે. તમામ ઢાંક તા. ઉપલેટાને રોકડા રૂા. ૧૬,૧૮૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ચોથા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ધોરાજીથી વાલાસીમડી ગામ તરફ જતા રસ્‍તામાં ગેબનશાહ પીરની દરગાહ પાસે હરસુખભાઇ કરમશીભાઇ કેસીયાની વાડી પાસે આવેલા ઓરડીની બાજુમાં રેઇડ કરી ઝાડ નીચે જુગાર રમતા (૧) હરસુખભાઇ કરમશીભાઇ ઠેસીયા, ધંધો તેરી રહે. જીમ પ્‍લોટ વિસ્‍તારમાં ધોરાજી (ર) સુરેશભાઇ રામજીભાઇ ગઘેથરીયા, ધંધો મંજુરી, રહે. હિરપરા વાડીમાં ધોરાજી (૩) જુમ્‍માભાઇ હમીરભાઇ સંધી ધંધો ફોટોગ્રાફી રહે. ઉપલેટા રોડ રાધાનગર ધોરાજી (૪) ધીરજલાલ હંસરાજભાઇ ઠેસીયા, ધંધો મંજુરી રહે. વઘાસીયા ચોરા પાસે ધોરાજી (પ) હિરેનભાઇ વજુભાઇ વેકરીયા, ધંધો - ખેતી રહે.જમનાવડ ગામ તા. ધોરાજી તથા (૬) નવિનભાઇ ગોવિંદભાઇ, ધંધો : વેપાર રહે. જમનાવડ રોડ ધોરાજીને રોકડા રૂા. પ૭,૧૪૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

પાંચમા દરોડોમાં જામકંડોરણા પોલીસે, ધોળીધાર ગામે રામપીરના મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ખોડાભાઇ ઉર્ફે હસમુખભાઇ રવજીભાઇ ચાવડા, ધંધો - ખેતી રહે. ધોળીધાર ગામ (ર) જયેશભાઇ હનુભાઇ જાદવ, ધંધો મંજુરી, રહે. ધોળીધાર ગામ, (૩) ભાયાભાઇ ચનાભાઇ ચાવડા, ધંધો- મંજુરી, રહે. ધોળીધાર ગામ તથા (૪) હિરાભાઇ રાજાભાઇ ચાવડા, ધંધો - નિવૃત્ત, રહે. ધોળીધાર ગામ તા. જામકંડોરણાને રોકડ રૂા. ૧પ૪૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા

(11:40 AM IST)