તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
માંગરોળમાં પ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી
વિજ શોક લાગતા ૩ ગોૈવંશના મોતથી અરેરાટી

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા.રઃ માંગરોળમાં બપોરથી સાંજ સુધી અવિરત વરસાદ વરસતા એક ઈંચ પાણી પડયું હોવાનું નોંધાયું છે.તેમજ આજ સવાર સુધીમા વધૂ ચાર ઇચ નોંધાયો છે.લાંબા સમયથી ગરમીથી ત્રાહિમામ થયેલા લોકોને રાહત મળી છે. કેટલાય દિવસોથી વરસાદના આગમનની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. વરસાદથી આજે શહેરના
અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. ઝરમર વરસાદ શરૂ થતાં જ સવારથી સાંજ સુધી લાઈટની સતત આવ જાવથી લોકો અકળાયા હતા. પારાવાર વિજ ધાંધીયાથી તંત્રની પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ગાય સહિત ત્રણ ગૌવંશના વિજશોકથી મોત નિપજયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
