તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બોટાદના ગઢડાના લાખણકા પંથકમાં પાંચ ઇંચ મુશળધાર વરસાદથી નદી-ચેકડેમ ઓવરફ્લો: ખેડૂતોમાં ખુશીની લહેર
ખોપાળા, ઇશ્વરીયા અને અડતાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ : નદીઓ, નાળા અને સિંચાઈ માટેના ચેકડેમો છલકાઈને ઓવરફ્લો થઈ ગયા

બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં મેઘરાજાએ પોતાની હેલી યથાવત રાખતા રૌદ્ર અને મહેરબાન સ્વરૂપ ધારણ કર્યું છે. ગઢડાના લાખણકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર થોડા સમયમાં અંદાજે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
લાખણકા ઉપરાંત આસપાસના ખોપાળા, ઇશ્વરીયા અને અડતાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓ, નાળા અને સિંચાઈ માટેના ચેકડેમો છલકાઈને ઓવરફ્લો થઈ ગયા હતા. જળાશયોમાં નવા નીર આવવાથી અને જમીનમાં પાણી ઉતરવાથી પંથકમાં પાણીની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો અને ખેડૂતોના ચહેરા પર મોટી રાહતની સાથે ખુશીની લહેર છવાઈ ગઈ છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
