<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જામનગરના રામેશ્વર નગર પટેલવાડી તીનપતિનો જુગાર રમતા બે મહિલા સહીત પાંચ આરોપીને ઝડપી લેવાયા

હનુમાન ગેઇટ પોલીસ ચોકી વિસ્તારમા બાતમીના આધારે રેઇડ કરી તમામને 13 હજ઼રથી વધુની રોકડ રકમ સાથે ઝડપી લીધા

જામનગર :નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય(IPS) નાઓ દ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેશો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની(IPS) સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન ઝાલાના માર્ગદશન મુજબ પોલીસ ઇન્સપેકટર એમ.એન.ગઢવીની સુચના મુજબ પોલીસ સબ ઈન્સ એસ.જી.કેશવાલા સાથે હનુમાન ગેઇટ પોલીસ ચોકી સ્ટાફના માણસો હનુમાન ગેઇટ પોલીસ ચોકી વિસ્તારમા મોહરમના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ છત્રપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયુરસિંહ કાળુભા જાડેજાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રામેશ્વરનગર પટેલવાડી શેરી નં-૦૬ ખાતે જાહેરમાં અમુક મહીલા તથા પુરુષ ગંજીપાનાના પાના વડે તીનપતી રોન પોલીસ જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. 

આ  આધારે હકીકત વાળી જગ્યાએ ખાત્રી કરી કરાવી જોતા ૦૨ મહીલા તથા ૦૪ પૂરુષ ઈસમ ગોળ કુંડાળુ વળી બેસી ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની લેતી દેતી કરતા જોવામાં આવેલ જેથી તુરત જ ત્યાં જઈ જેમાથી એક પુરુષ ઇસમ અમો પોલીસને અવતા જોઇને ત્યાથી નાશી ગયેલ તેમજ ત્યા બેસેલા ૦૨ મહીલા તથા ૦૩ પૂરુષને કોર્ડન કરી રેઈડ કરતા ૦ર મહીલા તથા ૦૩ પૂરુષ ઈસમો પકડાઈ જતા જે શખ્શોને જેમના તેમ બેસાડી દઈ મજકુર ૦૨ મહીલા તથા ૦૩ પૂરુષના નામ-ઠામ પુછતા પોતે-પોતાનું નામ નીચે મુજબ જણાવેલ

નં.-(૧)દિપક હસમુખભાઇ કોટેચા જાતે-લુવાણા રહે.રામેશ્વરનગર પટેલવાડી શેરી નં-05 જામનગર
(ર) આશિષ સંપતલાલ મહેતા જાતે-જૈનવાણીયા રહે.ભણશાળી વાડ શેરી નં.-૦૬ જામનગર
(૩) હાર્દીકકુમાર ગુણવંતરાય ભટ્ટ જાતે-બ્રાહમણ રહે.શરૂ સેકશન રોડ પંડીત દીન દયાલ આવાસ યોજના વીંગ -એ બ્લોક નં૮૧૧ જામનગર
(૪) કાજલબેન ડો/ઓ મનુભાઈ માલદી જાતે-વાણીયા રહે.દિ-પ્લોટ મેઘજી પેથરાજ સ્કુલની પાછળ જામનગર
(૫) ભીનીબેન વા/ઓ નારણભાઇ બોદર જાતે-આહીર રહે.રામેશ્વરનગર પટેલ વાડી શેરી નં-૦૬ જામનગર
(૬) રણજીતસિંહ પરમાર રહે.જામનગર (પકડવા પર બાકી)
તમામ મહીલાઓ તથા પૂરૂષ જે જાહેરમાં જે જગ્યાએ ગોળ કુંડાળુ વળી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂપીયા ૧૩,૩૦૦/-મળી તથા ગંજીપત્તાના પાના નંગ-પર જેની કી.રૂ.00/00 ગણી મુદામાલ સાથે તમામ મહીલા તથા પુરુષ ઇસમોએ જુ.ધા.કલમ-૧૨ મુજબનો ગુન્હો કરેલ જે તમામ વિરૂધ્ધ ધોરણસર થવા ફરીયાદ આપેલ ๒.
આ કામગીરી પોલીસ સબ ઈન્સ એસ.જી.કેશવાલા તથા પો.કોન્સ છત્રપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયુરસિંહ કાળુભા જાડેજા તથા વુ.પો.કોન્સ. કોમલબેન ડી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.

(10:22 PM IST)