News of Thursday, 17th September 2026
ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસપાટણ એલસીબીની જુગાર રેડમાં પાંચ શખ્સોને અદ્રશ્ય કરાયાનો ખુલ્લેઆમ આક્ષેપ
રહેણાંક મકાનના બદલે જાહેરમાં જુગાર રમતા ફક્ત ત્રણને આરોપી બનાવાયા અને નજીવી રકમ મુદામાલમાં બતાવેલઃ મુખ્યમંત્રી,ગળહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજુઆત તાજેતરમાં કાજલી તથા વેરાવળ સહીત અનેક જુગારની રેડમાં લાખોનો તોડનો આક્ષેપ પી.એસ.આઈ પાસે પાંચ લાખ તોડમાં એલસીબી ના પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરાયા હતાઃ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાવવાની માંગ ઉઠી

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૧૭: પ્રભાસપાટણ બાલાજી નગર માં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા એલસીબી ના પ્રમાણીક અધિકારીઓ ઝાંબાજ કર્મચારીઓ રહેણાંક મકાન માં પહોંચી ગયેલ હતા તેમાં ૮ જેટલા જુગાર રમતા હોય તેમાં ચાર મહીલાઓને પણ સમાવેશ થાય છે પણ એલસીબી એ પ્રમાણીકપણે રહેણાંક મકાન ના બદલે જાહેરમાં રમતા હોય અને ફક્ત ૩ આરોપી હોય રકમ પણ નજીવી બતાવેલ હોય જેની મુખ્યમંત્રી સુધી રજુઆતો થયેલ છે
પ્રભાસપાટણ મુખ્યબજાર માં આવેલ બાલાજી નગરમાં જુગારધામ ધમધમતું હોય તેવી બાતમી એલસીબીના પ્રમાણીક અધિકારીઆને ઝાંબાજ કર્મચારીઓને મળતા દોડી ગયેલ હતા દરોડો પાડેલ હતો એલસીબી દર વખતે રોકડા રૂપીયાના જુગારમાં જે કરે છે તે આમા પણ કરવા જતા ખુબજ મોટા આક્ષેપો થયેલ છે.
પ્રભાસપાટણ ભરડાપોર વિસ્તારમાં રહેતા પ્રકાશ વાયલુ એ મુખ્યમંત્રી, ગળહમંત્રી, ઉચ્ચઅધિકારીઓને રજુઆત કરેલ છેકે રહેણાંક વિસ્તારમાં જુગારધામ ધમધમતું હતું તેમાં ચાર પુરૂષો,ચાર મહીલાઓ સહીત ૮ વ્યકતીઓ હતા તેમજ ખુબજ મોટી રોકડ રકમ હતી આઠેય ને પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલ હતા તેમાંથી ફકત ત્રણ વ્યકતીઓને જેમાં આશુતોષ રાજેન્દ્ જાની, ચકુભાઈ પ્રવિણભાઈ પચ્છક,બસીર મહમદ પંજા ને રોકડા રૂા.૯૪૦૦ સાથે આરોપી દર્શાવેલ હતા જયારે ચાર મહીલાઓ એક પુરૂષ ને પોલીસ સ્ટેશનના પહેલા માળે બેસાડેલ હતા તે તમામને જવા દીધેલ હોય તેવો ખુલ્લેઆમ આક્ષેપ કરેલ છે. મુખ્યમંત્રી, ગળહમંત્રી સહીત ઉચ્ચ અધિકારીઓને લેખીત માં જણાવેલ છેકે જયાં દરોડો પડેલ હોય ત્યાંથી પોલીસ સ્ટેશન ના કેમેરા સુરક્ષીત રાખવા તેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય સ્થળ ઉપર એલસીબી એ વીડીયો ગ્રાફી, ફોટાગ્રાફી કરેલ નથી જેની મોટી શંકા છે તેમજ જયાં જુગાર રમતો હતો ત્યાં ખુબજ મોટી રકમ હોવાનો પણ ખુલ્લેઆમ આક્ષેપ થયેલ છે તેમજ પાંચ જણા ને જવા દેવામાં આવેલ હોય તેમાં પણ તોડ ના આક્ષેપો થયેલ છે.
ગીર સોમનાથ એલ.સીબી દ્વારા જુગારધામો ઉપર દરોડા પાડેલ હોય તેમાં કેટલી જગ્યાએ વીડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરેલ છે તેમજ જાહેરમાં કેટલી જગ્યાએ જુગારો બતાવાય છે તેમજ તાજેતરમાં કાજલી હોટલ માં જુગારધામ ઝડપાયેલ હતું તેમાં પી.એસ.આઈ નું નામ ન દર્શાવવાના પાંચ લાખ રૂપીયાનો તોડ કરેલ હોય તેવું આઈ.જી ને રજુઆત કરતા તાત્કાલીક અસરથી એલસીબી ના પી.એસ.આઈ જેબલીયા, એસ.ઓજી.ના પી.આઈ કાગડા ને સસ્પેન્ડ કરેલ હતા વેરાવળમાં પણ જનમાષ્ટમીના પવિત્ર તહેવારોમાં રહેણાંક મકાનમાં પરીવારો સાથે રમતા હોય ત્યાં પણ દરોડા પડાયેલ હોય જેમાં પણ મોટો તોડ થયેલ હોય તેમ જાણવા મળેલ છે.
એલ.સી.બી દ્વારા જુગારના દરોડાઓ પડેલ હોય તેમાં રહેણાંક મકાન માં કે જાહેરમાં કેટલા જુગાર રમતા હોય કેટલી રકમ સ્થળ ઉપર થી મળેલ હોય કેટલાની વીડીયોગ્રાફી ફોટોગ્રાફી કરેલ છે તેમજ વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં અનેક જગ્યાએ જુગારધામો ધમધમતા હોય છે તેની માહીતી હોવા છતા તેવા નામચીન વિસ્તારોમાં દરોડા પડતા નથી તેવી તપાસ સાથે અનેક રજુઆતો ખુબજ મોટું નામ ધરાવતા હોદો ધરાવતા વકીલે પણ કરી હતી સાથે જણાવેલ હતું ફકત અમુક જગ્યાએ દરોડો પાડવામાં આવેલ છે તેની પણ તપાસ થવી જોઈએ વર્ષોથી આ વિસ્તારમાં ફરજ બજાવતા હોય તેમજ એકજ બ્રાંન્ચ માં વારંવાર આવતા હોય બદલી થાય તો પણ થોડા દિવસોમાં મહત્વની બ્રાંન્ચોમાં ફરજ બજાવે છે તેની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
