<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

જામકંડોરણાના ચિત્રાવડ પાસે બાઇક સ્‍લીપ થતાં પાંચ વર્ષના સંદિપનું મોતઃ માતા રેખાબેન સારવારમાં

સંજયભાઇ રાજગોર પત્‍નિ અને પુત્રને બાઇકમાં બેસાડી કાકાની વાડીએ આટો મારી પરત ચિત્રાવડ જતાં હતાં ત્‍યારે બનાવઃ બાળકે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯: જામકંડોરણાના ચિત્રાવડ પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં બાઇક ચાલક યુવાનનો બચાવ થયો હતો. જ્‍યારે તેના પત્‍નિ અને પાંચ વર્ષના પુત્રને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી પાંચ વર્ષના પુત્રનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. યુવાન પોતાના પત્‍નિ, પુત્રને બાઇકમાં બેસાડી કાકાની વાડીએ આટો મારવા ગયા હતાં. ત્‍યાંથી પરત પોતાના ગામ આવતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચિત્રાવડ ગામમાં રહેતાં સંજયભાઇ પ્રવિણભાઇ રાજગોર (ઉ.વ.૨૮) ગત તા. ૧૪ના રોજ પોતાના બાઇકમાં પત્‍નિ રેખાબેન (ઉ.વ.૨૬) અને પુત્ર સંદિપ (ઉ.વ.૫)ને બેસાડીને નજીકના ગામે કાકાની વાડીએ આટો મારવા, તેમના ઘરે બેસવા ગયા હતાં. રાતે નવેક વાગ્‍યે બધા પર ચિત્રાવડ ગામે આવી રહ્યા હતાં ત્‍યારે ગામ નજીક પહોંચતા જ રસ્‍તામાં બાઇક સ્‍લીપ થઇ જતાં સંજયભાઇને નજીવી ઇજાઓ થઇ હતી. જ્‍યારે તેમના પત્‍નિ રેખાબેન, પુત્ર સંદિપને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બંનેને પ્રથ ધોરાજી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ સારવાર દરમિયાન સંદિપનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍૭ાફે બનાવની જાણ જામકંડોરણા પોલીસને કરી હતી. સંદિપભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં સંદિપ તેમનો એકનો એક દિકરો હતો.

(1:36 PM IST)