<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જુનાગઢમાં સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ દ્વારા સુપ્રસિધ્‍ધ વાઘેશ્વરી માતાજી મંદિરે ધ્‍વજારોહણ તથા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.૪:  સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ, જુનાગઢ દ્વારા  શરદ પૂર્ણિમાના પાવન અવસરે  સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર રોડ, જુનાગઢ ખાતે મંદિર ઉપર ધજા ચડાવવાનો કાર્યક્રમ વિશ્વ કલ્‍યાણ અર્થે યોજવામાં આવેલ તેની સાથે વડિલ વંદનાનો વિશિષ્ટ કાર્યક્રમ કે જેમાં ૭૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વડિલો પૈકી આ ગ્રુપમાં જોડાયેલ ભાઈઓ તથા બહેનોનુ  સાદી શાલથી સન્‍માન કરવાને બદલે માતાજીની પ્રસાદી રૂપે માતાજીની ચુંદડી મંદિરના પૂજારી દ્વારા વાઘેશ્વરી માતાજીના સાનિધ્‍યમાં દરેક ૭૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને માતાજીના આશીર્વાદ સ્‍વરૂપે વડિલોને ઓઢાડી/અર્પણ કરી વિશિષ્ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ આ ગળપ દ્વારા પુજારીશ્રી ને શાલ ઓઢાડીને સન્‍માનિત કરેલ. આ સંપૂર્ણ કાર્યક્રમ વાઘેશ્વરી મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ ના સહકાર અને સહયોગથી સફળ રહ્યો હતો. સફળ બનાવવા  શૈલેષભાઈ પંડ્‍યા, યોગેશભાઈ વ્‍યાસ, બીપીનભાઈ ભટ્ટ અને નરેન્‍દ્રભાઈ દવે, રાજુભાઈ વ્‍યાસ, યોગગુરૂ પ્રતાપભાઈ થાનકી એ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:52 AM IST)