<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઉના પંથકમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર:પાલડી ગામમાં નદીઓ વહી :વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલી

ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો: પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ બાદની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ચિંતા

ગીર સોમનાથના ઉના પંથકમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલડી ગામમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદે વિરામ લીધા બાદ રાત્રે જ ઘરોમાંથી પાણી ઓસર્યા હતા. જોકે, પાણી ઓસર્યા બાદ મકાનોમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે સ્થાનિકોના જનજીવન પર પણ અસર પડી છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ બાદની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

(7:09 PM IST)