તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
કેશોદમાં સ્વદેશી મેળામાં લોક ડાયરો યોજાયો
પદ્મશ્રી એવોર્ડ હાજી રમકડું, પ્રવીણદાન ગઢવી સહિત જાણીતા કલાકારોએ સુર-સંગીત રમઝટ બોલાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૪: અત્રે ના માંગરોળ રોડ પર આવેલ કે. ડી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગળહ નિર્માણ વિભાગ તથા ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન ગાંધીનગર અને કેશોદ નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવેલું છે ૪ નવેમ્બર સુધી ચાલનારા આ શોપિંગ મોલમાં લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ઢોલક વાદક પદ્મશ્રી હાજી રમકડું અને લોકસાહિત્યકાર પ્રવિણદાન ગઢવી સહિત ના જાણીતા કલાકારો દ્વારા સુર- સંગીત દ્વારા લોકસાહિત્ય અને ભજન ની રમઝટ બોલાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડીયા તેમજ ભારત વિકાસ પરિષદના સ્નેહલ તન્ના દિનેશ કાનાબાર ભુપેન્દ્ર જોશી જગમાલભાઈ નંદાણીયા સહિત જુદી જુદી સંસ્થાઓ ના અગ્રણીઓ દ્વારા હાજી રમકડું તેમજ પ્રવિણદાન નું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના કર્મચારી પ્રવીણભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેશોદના લોકો ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણેલ હતી.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
