તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ વિધવા મહિલા ભાવનાબા ગોહિલને રૂ.૫ લાખની મદદ કરી

વઢવાણઃ લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ વિધવા મહિલા ભાવનાબા રાજભા ગોહિલને રૂ. ૫ લાખની મદદ કરી હતી. સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની હાજરીમાં આ રકમ આપવામાં આવી હતી.
કોઢ ગામ વિસ્તારમાં રહેતાં ભાવનાબા અને દિગ્વિજયસિંહે જમીન ખરીદવા એક વ્યક્તિને બાનાના રૂ. ૫ લાખ આપ્યા હતા. નક્કી કરેલી સમયમર્યાદામાં સોદો પૂરો ન થતાં વ્યવહાર રદ થયો હતો. જોકે, સંબંધિત વ્યક્તિએ બાનાની રકમ પરત કરી ન હતી. આથી ભાવનાબાને આર્થિક મુશ્કેલી પડી હતી.
જે જમીનનો સોદો થયો હતો, તે જમીન હકાભા ગઢવીએ ખરીદી હતી. અગાઉની બાનાની રકમ સાથે તેમનો કોઈ કાનૂની કે વ્યવસાયિક સંબંધ નહોતો. ભાવનાબાની સ્થિતિની જાણ થતાં તેમણે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. રકમ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે હકાભા ગઢવીએ SP પ્રેમસુખ ડેલુના હસ્તે ભાવનાબાને રૂ. ૫ લાખ આપ્યા
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
