તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 21st August 2026
કચ્છમાં ૧૮ હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી ફેટ સ્પ્રેડ સહિતનો મોટા જથ્થાનો નાશ કરાયોઃ ૮ પેઢીઓને સુધારણા નોટિસ ફટકારાઈ.

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ :.. કચ્છ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ તથા વી.એમ. બારંડાની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્યવિષયક પરિસ્થિતિ, FSSAI લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ'ના Schedule-૪ મુજબની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન બટરના નામે વપરાતું અંદાજે ૩૦ કિલો ફેટ સ્પ્રેડ, ૮ કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી ૪૦ કિલો વાસી ગ્રેવી, ૫૦૦ ગ્રામ કળત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા ૬ ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પેકિંગ પર કોઈ જ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ સ્થળ પર જ જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી નાશ કરવામાં આવ્યો હતો.
તંત્રની ટીમ દ્વારા કુલ ૧૮ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ખાદ્ય સુરક્ષાના ધોરણો અને Schedule-૪ના નિયમોનું યોગ્ય પાલન ન કરનારી ૯ પેઢીઓને કાયદા મુજબ સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે.
તમામ ખાદ્ય વ્યવસાયકારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ ઉત્પાદન કે રસોઈમાં ઉપયોગમાં લેવાતો તમામ કાચો માલ લેબલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ વાપરવો તેમજ રસોડામાં સ્વચ્છતા અને કર્મચારીઓની હાઇજીનનું ચુસ્ત પાલન કરવું. આગામી દિવસોમાં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
