<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્‍યુનર કાર સાથે ૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૨: ચોટીલા હાઇવે ઉપર એક લક્‍ઝુરિયસ ફોર્ચ્‍યુનર કારમાંથી ૬.૮૪ લાખ નો વિદેશી દારૂ  LCB એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બેડામાં ખળભળાટ સાથે  ચર્ચા ઉઠી છે.

 મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબીના સરદારસિંહ તથા કુલદીપભાઈ બોરીચા ને  બાતમી મળી હતી કે  ફોર્ચ્‍યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો રાજસ્‍થાન તરફથી સૌરાષ્‍ટ્રમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસ ટીમે ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્‍પદ ફોર્ચ્‍યુનર કારને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪,૫૬૦ નંગ નાની બોટલ (ચપલા) મળી આવેલ હતી.

પોલીસે દારૂનો જથ્‍થો જેની કિંમત રૂ. ૬,૮૪,૦૦૦ તથા આ હેરાફેરીમાં વપરાયેલ ફોર્ચ્‍યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૧૬,૮૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્‍ત કર્યો છે.  જિલ્લા ની બ્રાન્‍ચે ચોટીલા પોલીસ મથકના વિસ્‍તારમાં દારૂ નો જથ્‍થો તેમજ જુગાર પકડી પાડતા બેડામાં ફફડાટ ફેલાયો છે. તેમજ સ્‍થાનિક ડી સ્‍ટાફ ને કોણ ઢંઢોળશે તેવા સવાલો ઉઠ્‍યાં છે.  રાજ્‍યમાં દારૂબંધીના કડક અમલ છતાં બુટલેગરો અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પરઙ્ઘાંતીય સપ્‍લાયરો હવે પકડ ન આવે તે માટે મોટા વાહનોને બદલે ફોર્ચ્‍યુનર જેવી મોંઘી લક્‍ઝુરિયસ કારનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં રાજસ્‍થાનથી સૌરાષ્‍ટ્ર તરફ દારૂ ઘૂસાડવાનાપ્રયાસ કરતી આ પ્રકારની ત્રણ ગાડીઓ એક જ દિવસમાં ગુજરાત પોલીસે પકડી પાડી.  આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પેરોલ ફર્લો સ્‍કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમાં તથા જયપાલસિંહ રાઠોડ, પી.સી. વજાભાઈ સાનીયા, સહિતની ટીમ જોડાયેલી હતી. (તસ્‍વીરઃ હેમલ શાહ) 

(1:29 PM IST)