<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વન વિભાગે તવાઈ બોલાવી :સિંહની પજવણી મામલે 8 વ્યક્તિઓ સામે કાર્યવાહી

જસાધાર રેન્જ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા

અમરેલી, ભાવનગર, ગીર અને જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહ દ્વારા માનવ પર કરવામાં આવતા હુમલાની ઘટનામાં વધારો થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ વીડિયોના આધારે સિંહની પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ બદલ ગીર (પૂર્વ) વન વિભાગે 8 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:10 PM IST)