હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખંભાળીયાના ‘‘અકિલા''ના પૂર્વ એજન્ટ કિશોરભાઇ લાલનું કાર હડફેટે મૃત્યુ
લોહાણા અગ્રણી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઇ : ઘેરો શોક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧ : ખંભાળિયાના લોહાણા પ્રૌઢ અગ્રણી કિશોરભાઇ લાલ પરત ફરતા હતા ત્યારે કીયા કાર ચાલકે પાછળથી ઠોકર મારી ગંભીર ઇજા કરતા તેમનું મૃત્યુ થતાં ખંભાળિયા લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.
ખંભાળિયામાં સતવારા વાડ પાસે રહેતા તથા અગાઉ વાજબી ભાવની દુકાનનું કામ કરનારા અને અકિલા દૈનિકના પૂર્વ એજન્ટ કિશોરભાઇ લાલ તેમના રોજના નિત્યક્રમ મુજબ ગઇકાલે સાંજે સાડા છ વાગ્યા આસપાસ ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠકમાં દર્શન કરીને ઘેર પરત જતા હતા ત્યારે સાંનિધ્ય સોસાયટીના ગેટ પાસે એક કિયા કારના ચાલકે પાછળથી કિશોરભાઇ અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરેલ જયાં તેમનું મૃત્યુ થયું હતું.
બનાવ અંગે કિશોરભાઇ લાલ ના પુત્ર ધવલભાઇ દ્વારા ખંભાળિયા પોલીસમાં તેમના પિતાને મૃત્યુ પમાડનાર કિયા કાર નંબર જીજ.-૩૭-એમ-૮ર૭પ ના ચાલક સામે પોલીસ ફરિયાદ કરતા પો. સ.ઇ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અકિલા પરિવારે બે મીનીટ મૌન પાડીને સ્વ. કિશોરભાઇ લાલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
