હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
જામનગરમાં જૂની અદાવતમાં પૂર્વ ડેપ્યુટી મેયરની બાઇક સળગાવી : જુઓ વિડીયો
રૂ. 40 લાખની લોનના વિવાદમાં બદલો, ભાજપના પૂર્વ કોર્પોરેટર તપન પરમારે મેહુલ પરમાર સામે નોંધાવી ફરિયાદ, CCTV ફૂટેજ સામે આવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારાજામનગર, તા. 16 :જામનગરમાં જૂની અદાવતનો મામલો સામે આવ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયરની બાઇક સળગાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.
સમાજમાંથી રૂ. 40 લાખની લોન અપાવવાના મુદ્દે વિવાદ સર્જાયાનો આક્ષેપ છે. આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર તપન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બાઇક સળગાવતા યુવાનના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અગાઉ ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે મેહુલ પરમાર નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. સિટી 'બી' ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
