<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન જીવાભાઈ શેઠનું અવસાન

મૂળ રતનાલ (અંજાર)ના વતની અને આહીર અગ્રણીના નિધનથી કચ્છભરમાં શોકનું મોજું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કચ્છ ભાજપના આગેવાન અને આહીર સમાજના અગ્રણી જીવા શેઠનું દુઃખદ નિધન થયું છે. મૂળ રતનાલ (અંજાર)ના વતની જીવા શેઠના નિધનના સમાચાર મળતા સમગ્ર કચ્છ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

જીવા શેઠ લાંબા સમયથી કચ્છના સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર સેવા આપી હતી. આહીર સમાજના અગ્રણી તરીકે પણ તેઓ સમાજના પ્રશ્નોને વાચા આપવા હંમેશા અગ્રેસર રહેતા હતા. તેમના નિધનથી ભાજપ અને આહીર સમાજ સહિત સમગ્ર કચ્છને મોટી ખોટ પડી છે. રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

(12:01 PM IST)