News of Tuesday, 15th September 2026
કુતિયાણામાં પોણા ચાર, પોરબંદરમાં બે અને રાણાવાવમાં એક ઇંચ
પોરબંદર જિલ્લામાં લાંબા વિરામબાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન : દરિયામાં મોંજાનું જોર વધ્યુઃ માછીમારોને ફિશીંગમાં નહિ જવા ફિસરીઝ વિભાગની સૂચના

(પરેશ પારેખ દ્વારા)પોરબંદરઃ તા. ૧પ, જિલ્લામાં વરસાદ ખેચાતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતા વધી હતી, ત્યારે ગઇ કાલે લાંબા સમય બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન બપોરે થયેલ અને રાત્રીના ૯ સુધીમાં કુતિયાણામાં પોણાચાર ઇંચ, પોરબંદરમાં બે ઇંચ તથા રાણાવાવમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.
જિલ્લામાં ગઇકાલે વરસાદ બાદ કુતિયાણામા ૪૩૪ મીમી પોરબંદરમાં ૧ર૬ મીમી, તથા રાણાવાવમાં ૧૪૮ મીમી મોસમનો કુલ વરસાદ થયો છે.
હવામાનમાં પલટો આવતા અરબી સમુદ્રમાં મોજાનું જોર વધ્યું છે. માછીમારોને દરિયામાં ફિશીંગ કરવા નહીં જવાની ફિશરીગ વિભાગની કચેરી દ્વારા સુચના અપાઇ છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
