તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પાછળ થયેલી યુવકની હત્યાના ચાર આરોપી ઝબ્બે

(ફઝલ ચોૈહાણ દ્વારા)વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજ પાછળ આવેલા હનુમાનજીના મંદિર નજીક થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે ખાસ કરીને યુવકને સમાધાન માટે બોલાવવામાં આવ્યો અને ત્યાં તેને છરીના ઘા જીકી હત્યા કરવામાં આવી હતી અને આ આધારે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેને લઇને પાંચ આરોપીઓએ ભેગા મળી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું હાર્દિક સાંતલપરા નામના યુવકની હત્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય પોલીસને કામે લગાવવામાં આવી હતી.
જેને લઈને હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને સફળતા મળી છે અને રવિભાઈ રાજુભાઈ ઝિંઝુવાડીયા રોહિત ઉર્ફે ભાણો ચકાભાઇ કોરડીયા પીન્ટુ ઉર્ફે બોદીઓ નિલેશભાઈ ગાદલીયા રણજીતભાઈ લાલજીભાઈ ઝિંઝુવાડીયા ની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ પાછળ લઈ જઈ અને તમામ આરોગ્યનું રિંકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે પોપટ પરા વિસ્તાર તેમજ સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોરડા બાંધી અને મહિલા પોલીસના હાથે સરઘસ કાઢવામાં આવ્યું છે.
હજુ હત્યાનો એક આરોપી ફરાર છે તેની શોધખોળ માટે પણ ટીમો કામે લગાવવામાં આવી છે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને તમામ આરોપીઓને સોંપી આપવામાં આવ્યા છે
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
