તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
વાંકાનેર પાસે રેલ્વે ટ્રેકમાં ટ્રેન હડફેટે રાત્રે ચાર ગાયોના મૃત્યુ
રાત્રે બાર વાગ્યા સુધી ઘટના સ્થળે જાણ કરવા છતા કોઇ રેલ્વે અધિકારી ફરકયા નહોતા ટ્રેનને બે કલાક સુધી થંભાવી દેવાઇ હતી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૯: ગત મોડીરાત્રે વાંકાનેરના અમરસર અને વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે ઉતરતા ઢાળમાં આવેલા સાત નાલા પાસે રેલ્વે ટ્રેક પર પસાર થઇ રહેલ ગાયોના ટોળાને ઉપરથી નીચે તરફના ઢોળાવ તરફ આવી રહેલી પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા ચારથી વધુ ગાયોના મોત થયા હતા. આ સાત નાલા સ્થળનો રેલ્વે ટ્રેક ગાયો-પશુઓના મોતોના અકસ્માત માટે પ્રથમથી જ પંકાયેલો છે. રાજકોટ ટ્રેક પરથી આવતી ટ્રેને અમરસર સ્ટેશનથી વાંકાનેર સિટી સુધી રેલ્વે ટ્રેકનો ઉતરતો ઢાળ હોઇ. ગતરાત્રે ચારથી વધુ ગાયોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટના બની ત્યારે પત્રકાર મહંમદભાઇ રાઠોડને જાણ થતા તેમના પુત્ર જાકીર રાઠોડ અને તેની યુવા ટીમે જઇ ત્યાં ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી. ઘટના બાદ રાજકોટ તરફથી આવી રહેલી આ પેસેન્જર ટ્રેન બે કલાક સુધી થંભી ગઇ હતી. રાત્રે ૧૦ વાગ્યા પછી પશુઓના અકસ્માતની આ ઘટના બની હતી. રેલ્વે તંત્રને જાણ થવા છતા રાત્રે બાર વાગ્યા સુધી રેલ્વે તંત્રના કોઇ અધિકારી ઘટના સ્થળે જોવા મળ્યા નહોતા.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
