<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિત રાજ્યના ચાર જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર: રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીનો માન્યો આભાર

ખેડૂતોને પાક નુકસાની સહાય, પશુઓ માટે ઘાસચારો અને અછત મેન્યુઅલ મુજબની અન્ય રાહતો ઝડપથી ઉપલબ્ધ થાય તેવી આશા વ્યક્ત કરી

( મુકુંદ બદીયાની દ્વારા) જામનગર :ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકારના આ નિર્ણયને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આવકાર્યો છે અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાની સહાય, પશુઓ માટે ઘાસચારો અને અછત મેન્યુઅલ મુજબની અન્ય રાહતો ઝડપથી ઉપલબ્ધ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

(8:57 PM IST)