<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

મોરબી જીલ્લાના ચાર હેડ કોન્સ્ટેબલને ASI પ્રમોશન મળ્યું.

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ચાર પોલીસ કર્મચારીને પ્રમોશનની દિવાળી ગીફ્ટ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દીપાવલી પર્વ મોરબી પોલીસ વિભાગના ચાર હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશનની ગીફ્ટ આપવામાં આવી છે મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ચાર પોલીસ કર્મચારીને પ્રમોશનનું ગીફ્ટ આપવામાં આવ્યું છે.
     મોરબી જીલ્લાના ચાર પોલીસ હેડ કોન્સ્ટેબલને બઢતી સાથે બદલી કરવામાં આવી છે જેમાં બી ડીવીઝનમાં ફરજ બજાવતા જગદીશભાઈ જીવણભાઈ ડાંગરને બી ડીવીઝનમાં જ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જયારે BDDS માં ફરજ બજાવતા પીયુષકુમાર પ્રાણલાલ દવેને બઢતી સાથે પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ વાયરલેસ શાખા), પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ ટ્રાફિક શાખા) માં ફરજ બજાવતા અમિયલ અહમદ સેરસીયાને ટ્રાફિક શાખા તેમજ પોલીસ હેડ કવા. (એટેચ જીલ્લા કંટ્રોલ) માં ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાને જીલ્લા કંટ્રોલ રૂમમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

(11:31 PM IST)