તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ભીડનો લાભ લઇ ધક્કામુક્કી કરી ચીલઝડપ કરનારા રાજકોટના માતા-પુત્રી સહિત ચાર આરોપી ઝબ્બે
લોધિકા, ભાવનગર, ઉના અને રાજકોટ શહેરના ગુન્હામાં સામેલઃ ૪ દિ' પહેલાનો રાજુલાના ગુન્હાનો ભેદ ઉકેલતી પોલીસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૦: ફરીયાદી વયોવૃધ્ધ મહીલા રાજુલા શહેરમાં આવેલ રાજાણી કરીયાણાની દુકાને કરીયાણુ લેવા માટે ગયેલ ત્યારે કોઇ અજાણ્યા માણસોએ મહીલા સાથે દુકાને ધક્કા મુકી કરી અને ફરીયાદી ની નજર ચુકવી અને ગળામા પહેરેલ સોનાનો ચેન જેનુ વજન ૩૫.૬૩૦ ગ્રામ જેની કી.રૂ. ૧,૧૭,૦૦૦/- ની ચોરી કરેલ હતી.
સદરહુ ગુન્હાને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરાએ ગુન્હાને ડીટેકટ કરવા અલગ અલગ ટીમો બનાવી અને સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા જોવામાં આવેલ અને કેમેરા જોવામા આવેલ હતા અને જેમાં બે અજાણી મહીલા તથા એક અજાણયો પુરૂષ કેમેરામાં જોવામાં આવેલ હતા જે બાદ સદરહુ ઇસમો રાજુલા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચાલીને જતા હોય અને લોકોની રેકી કરતા હોય બાદ આ કામના ફરીયાદી કરીયાણાની દુકાને વસ્તુ લેવા જતા હતા તેનો પીછો કરી અને દુકાને જઇ ધક્કા મુકી કરી અને તેના ગળામા રહેલ સોનાના ચેનની ચોરી કરે છે અને ચાલીને અલગ-અલગ રસ્તાઓ પરથી નીકળી જાય છે અને ચોથો ઇસમ જે શહેરની બહાર બાય પાસ રોડ પર ફોર વ્હીલ ગાડી મા ઉપરોકત બે મહીલા તથા એક પુરૂષ ઇસમની રાહ જોતો હોય છે જે ત્રણેય જણા ચાલીને આવી અને બાદ ચારેય આરોપી ચોરનો ગુન્હો આચરી નાસી જાય છે જે તમામ મુવમેન્ટ આશરે ૧૭૦ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા રાજુલા પોલીસ ટીમ દ્વારા ચેક કરેલ બાદ રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સીસ આઆધારે આરોપીના ચોક્કસ નામ સરનામા મેળવી અને ઉપરોકત તમામ ચારેય આરોપી જે પોતાના વતન રાજકોટ તરફ જતા હોય જેને રસ્તામાં પકડી પાડી અને ચોરીમા ગયેલ સોનાનો ચેન રીકવર કરી અને ગુન્હો ડીટેકટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલા આરોપીમાં (૧) નીકીતાબેને વા/ઓ અલ્પેશભાઇ અરજણભાઇ સાવલીયા રહે. રાજકોટ, લક્ષ્મીવાડી મેઇન રોડ તા.જી-સજકોટ (૨) વૈશાલીબેન વા/ઓ દેવેનભાઇ દીલીપભાઇ કાચા રહે, રાજકોટ, વૈશાલી નગર કાલાવાડ રોડ તા.જી.રાજકોટ- (૩) મેહુલભાઇ મનસુઅભાઈ સોઢા. રહે. રાજકોટ, ભક્તિનગર, (૪) દેવેનભાઇ દીલીપભાઇ કાચા રહે. રાજકોટ, વૈશાલીનગર પાસેથી ચેન નંગ-૦૧ કી.રૂ.૧,૧૭,૦૦૦/- તથા ચોરીમા ઉપયોગ મહીન્દ્રા કંપની XUV ૭૦૦ કાર કી.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮,૧૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
જેમાં નીકીતાબેન ઇતીહાસ (૧) રાજકોટ ગ્રામ્યના લોધીકા પો.સ્ટે. ભાગ બી. ગુરનં.૦૨૪૪/૨૦૨૨ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ (૨) રાજકોટ શહેરના માલવીયા નગર પો.સ્ટે. ભાગ એ ગુરનં.૦૮૦૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ (૩) ઉના પો.સ્ટે. ભાગ એ ગુરનં. ૧૯૦૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ)(૩) મુજબ (૪) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ગુરનં. ૧૦૭૮/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૨૬૯ મુજબ (૫) ભાવનગર જીલ્લાના નીલમબાગ પો.સ્ટે ગુરનં. ૧૦૮૮ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ (૬) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે ગુરનં. ૦૨૦૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ તથા વૈશાલીબેન ઉના પો.સ્ટે. ભાગ એ ગુરનં. ૧૯૦૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ)(૩) મુજબ અને મેહુલભાઇ રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. એ પાર્ટ ગુરનં.૦૧૫૨/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. બી. પાર્ટ ગુરનં.૦૨૨/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૫૦૭ મુજબ ઇતીહાસ ધરાવે છે.
ઉપરોકત આરોપીઓ રાજય ના અલગ અલગ જીલ્લાઓના નાના મોટા શહેરોમા જઇ અને આરોપી નં.(૧) તથા (૨) જે બન્ને મા દીકરી હોય જેઓ ભીડભાડ વાળી બજારોમાં જઈ અને ધક્કા મુકી કરી અને નજર ચુકવી ગળામા પહેરલ સોનાના ચેન અથવા દોરાઓની ચોરી કરી અને અન્ય આરોપી જે શહેરની બહાર અથવા તો સુનસાન વિસ્તારમાં વાહન સાથે ઉપરોકત મા દીકરી ચોરી કરી લીધા પછી બેસાડી અને નાસી જઇ ગુન્હો આચરતા હોવાના ટેવ ધરાવે છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.બી.જાની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઈ મેર તથા પો.કોન્સ. રવીભાઇ વરૂ તથા પો.કોન્સ. મહેશભાઇ બારૈયા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. ભરતભાઇ વાળા તથા હે.કોન્સ. પ્રકાશભાઇ બાબરીયા તથા હે.કોન્સ સુરજભાઇ બાભંણીયા તથા પો.કોન્સ અમીતભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ વાઘેલા તથા વુ.પો.કોન્સ દીવ્યાબેન ગૌસ્વામી તથા વુ.પો.કોન્સ હેતલબેન ધાખડા તથા વુ.પો.કોન્સ ધીરજબેન ભટ્ટી દ્વારા કરવામાં આવેલ છે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
