હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદર ગાઠાણી સાર્વજનિક હોસ્પિટલ ખાતે ૨૭મી સપ્ટેમ્બર રવિવારે વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
PMJY યોજના અંતર્ગત ગોઠણના સાંધા બદલવાના તેમજ થાપા અને ખભાના દૂરબીનથી થતાં તમામ ઓપરેશન વિનામૂલ્યે તેમજ જરૂરિયાત વાળા દર્દીઓ ને ડિજીટલ X-Ray તથા દવાઓ વિનામૂલ્યે અપાઈ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર:વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને જણાવવાનું કે આગામી તારીખ ૨૭/૦૯/૨૦૨૬ ને રવિવાર ના રોજ ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ વિસાવદર ખાતે આગમ દિવાકર પૂજય ગુરૂદેવ શ્રી જનકમુનિ મહારાજ સાહેબ તેમજ શાસ્ર વિશારદ પૂજય મનોહરમૂનિ મહારાજ સાહેબ ના અંતરિક્ષથી આશીર્વાદ સાથે શ્રી ગોપાણી સર્વરોગ નિદાન તથા સારવાર કેન્દ્ર વિસાવદર દ્વારા દાતાશ્રીઓ જનકગુરૂ ભકત વિજયભાઈ બાલારામ મ્હાત્રે ના સ્મરણાર્થે હસ્તે સુધાબેન વિજયભાઈ મહાત્રે તેમજ જનકગુરૂ ભકતશ્રી જયેશભાઈ પ્રતાપરાય ઠકકરના સ્મરણાર્થે હસ્તે ઈલાબેન જયેશભાઈ ઠકકર ના સહયોગથી નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તારીખ ૨૭/૦૯/૨૦૨૬ ને રવિવાર ના રોજ સમય સવારનાં ૯-૦૦ થી બપોરનાં ૧-૦૦ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર હોય જેનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લેવા જણાવવામાં આવે છે કેમ્પ દરમ્યાન આંખ મા મોતિયો, વેલ, પરવાળા વગેરેનું નિદાન કરી આપવામાં આવશે તેમજ ઓર્થોપેડિક વિભાગમાં હાથ પગમા ફ્રેકચર ભાંગ તૂટ, કમરનો દુખાવો તથા સાયટકા, ગોઠણ, તથા સ્નાયુઓના દુખાવાની સારવાર આપવામાં આવશે તેમજ PMJY યોજના અંતર્ગત ગોઠણના સાંધા બદલવાના તેમજ થાપા અને ખભાના દૂરબીનથી થતાં તમામ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેમજ જરૂરિયાત વાળા દર્દીઓ ને ડિજીટલ X-Ray તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે માટે જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે કેમ્પ દરમ્યાન આંખ વિભાગમાં ડૉ. વિપુલ માકડીયા, ડૉ. બ્રિજેશકુમાર એ પટેલ ઓર્થો વિભાગમાં ડૉ. દેવમ દવે, સર્જીકલ વિભાગમાં ડૉ. કુલદિપ વાણવી તેમજ ડાયાબિટીસ તથા જનરલ વિભાગમાં ડૉ. દિવરાણીયા સહિતનાં નિષ્ણાંત ડૉકટરો પોતપોતાની બહુમૂલ્ય સેવાઓ આપશે એવું શ્રી વર્ધમાન સેવા સંધના મેનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાન્ત દફતરીની યાદીમાં જણાવવામાં આવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
