News of Friday, 26th June 2026
જેતપર ખેડુત આંદોલનઃ ‘અદાણીનો અત્યાચારને ખેડુતોની દુર્દશા' નાટક નિહાળવા હૈયે હૈયુ દળાઈ તેટલી જનમેદની ઉમટી, અનેક ગામોથી બસો ભરી લોકો પહોંચ્યા
જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી દ્વારા ખેડૂતોની વેદનાની નાટક સ્વરૂપે રજૂઆત, નાટક નિહાળવા ગામે-ગામથી બહેનો ઉમટયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૬: જેતપર ગામમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે ગત રાત્રીએ વિશેષ નાટક ‘‘અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા''નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ખેડૂતો અને મહિલાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી મળ્યો હતો.
જેતપર આંદોલન છાવણી ખાતે નાટક નિહાળવા અને આંદોલનને સમર્થન આપવા માટે રાત્રે હકડેઠઠ મેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ છે કે, આસપાસના ગામેગામથી બહેનો ખૂબ મોટી સંખ્યામાં આ આંદોલનમાં પોતાનો સૂર પુરાવવા માટે ઉમટી પડી હતી. આ નાટકમાં જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી પોતાના સચોટ અભિનય થકી ખેડૂતોની વર્તમાન સ્થિતિ, તેમની સમસ્યાઓ અને વેદનાને દર્શકો સમક્ષ જીવંત કર્યા હતા. વિશાળ જનમેદની દ્વારા આ નાટકને ભારે પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ઉમટી પડેલી ભીડ એ સ્પષ્ટ સંદેશ હતો કે ખેડૂતોની એકતા અકબંધ છે અને તેમના અવાજને હવે વધુ બુલંદ બનાવવામાં આવી રહ્યો છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
