<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

પોરબંદરમાં કમર,ગોઠણ અને સાંધાના દુઃખાવામાં યોગ દ્વારા વિનામૂલ્‍યે સારવાર

કમલાબાગ દરરોજ સવારના ૮ થી ૯ યોગ ટ્રેનર જયભાઇ પ્રદયુમનભાઇ ભટ્ટ નિઃશુલ્‍ક વર્ગ ચલાવે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૩,  કમલા બાગ ખાતે યોગ શિબિર દ્વારા યોગ ટ્રેનર જયભાઇ ભટ્ટ દ્વારા   કમર, ગોઠણ સહીતના સાંધા ની નિઃશુલ્‍ક સારવાર અપાય છે.

 રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા છ વર્ષ થી ચાલતા કમલા બાગ ખાતેસવાર ૮થી ૯ કલાક દરમિયાન ના ટ્રેનર  જય ભાઇ પ્રદ્યુમ્‍નભાઇ ભટ્ટે ના નેતળત્‍વ માં દૈનિક  યોગ વર્ગમાં યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં  શહેરના લોકો ઉત્‍સાભેર જોડાયા હતા.

 ફટાણા આયુર્વેદિક દવા ખાના  યોગ ઇન્‍સ્‍ટ્રક્‍ટર અને કમલા બાગ ખાતેદૈનિક નિઃશુલ્‍ક યોગ વર્ગ ચલાવતા જયભાઇએ મહાનુભાવોનું સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, આ નિઃશુલ્‍ક યોગ વર્ગ  સવારેછેલ્લા છ વર્ષ થી દરરોજ ૮થી ૯ ચલા વવા માં  આવે છેઆ યોગ વર્ગ માં નિ શુલ્‍ક એક કલાક કમરના ગોઠણના સાંધા સહીતની શરીર ની  સારવાર આપવામાં આવે છે જેના સારા પરિણામો મળતા લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે

યોગ શિબિરમાં  એક કલાક શ્રી રામધૂન સાથે યોગમાં ધ્‍યાન, પ્રાણા યમ અને વિવિધ આસનો કરાવવામાં આવે છે સાંધા ના કમર, ગોઠણ,પગ, હાથ, અને ગરદનની સારવારના લીધે લોકો આજે જે પલાંઠી વાળીને લોકો બેસી શકે છે અને ચાલવામાં કોઈ મુશ્‍કેલ પડતી નથી તેવું યોગ કરનાર  લોકોએ પ્રતિભાવ આપ્‍યો હતો.

 ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્‍ટર અને  કેળવણીકાર ડો એ. આર. ભરડા એ યોગ શિબિરર્થીઓ ને  જણાવ્‍યું હતું, કે શરીર નિરોગી એજ માનવીની સાચી મૂડી છે ભૌતિક સંપતિ કયારેય શાશ્વ ત સુખઆપી શક્‍તિ નથી આધ્‍યાત્‍મિક સંપતિ સુખ આપી શકે આથી યોગ કરવારથી મન મજબૂત બને છે યોગ એ ફક્‍ત સાધના નથી યોગ એ કળતિ શીલતા, ધ્‍યાન અને જીવન શૈલી છે.

 સોમનાથ સંસ્‍કળતિ યુનિવર્સિટી સલગ્ન પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા યોગા કોલેજમાં  ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્‍સિપાલ ડો. કેતન ભાઇ શાહ ના સબળ નેતળત્‍વમાં અને યોગ કો રડીનેટર  જીવા ભાઇ ખૂંટી ના માર્ગદર્શન ચાલતા માં સવારે ૭-થી ૯ દરમિયાન ધોરણ ૧૨ પછી કોઈપણ ઉંમર ના એક વર્ષીય ડિપ્‍લોમા માં અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવાની વિગતો પણ આપવામાં આવી હતી.

 કમલા બાગ ખાતે પંત જલિ યોગ સમિતિના  નરેશ ભાઇ જુંગી ના માર્ગદર્શન દ્વારાયોગ ટ્રેનર મહેશ ભાઇ થાનકીના નેતળત્‍વમાં ચાલતા યોગ વર્ગના સિનિયર સીટી જનો મહેશ ભાઇ થાનકી ભગવાનજી ભાઇ જોશી(ઉ. વ ૮૦), વિનુ ભાઇ ઓડેદરા (ઉ.વ.૮૧),લખમણ ભાઇ દાસા(ઉ.વ. ૭૪), બચુભાઈ ચાવડા(૭૪) હરેશ ભાઇ મોનાણી (ઉ.વ.૬૯) નું કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા નાહસ્‍ત  ઉષ્‍મા વષા પહેરાવી સન્‍માન કરવામાં આવેલ હતું.  જાણ કારી માટે યોગ ટ્રેનર   જય ભાઇ ભટ્ટ મો.૯૭૧૪૦ -૦૯૫૩૨ પર સંપર્ક કરવા ની યાદીમાં જણાવાયું છે

(11:01 AM IST)