તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
અમદાવાદ હાઇવે ઉપર વારંવાર ટ્રાફિકજામઃ તંત્ર સામે લોકરોષ
આઠ કિલોમીટર સુધી વાહનોની કતારો, પરીક્ષાર્થીઓના ભવિષ્ય સામે જોખમ અને અગાઉથી જાણ છતાં ફરી જામ - હવે તંત્ર કયારે જાગશેઃ ચોટીલાના બોરીયાનેસ નજીક ૮ કિમી લાંબો ટ્રાફિક જામઃ નેશનલ હાઈવેના આયોજન સામે સવાલો! : રિપેરિંગ અને લાંબા ડાયવર્ઝનથી હજારો વાહનચાલકો અટવાયાઃ પરીક્ષાર્થીઓ પણ ટ્રાફિકમાં ફસાતાં કારકિર્દી મહત્ત્વની પરીક્ષા ચૂકી ગયાની ફરિયાદ : મોલડી પોલીસ મથકના પીઆઈને અગાઉથી જાણ કરાઈ હોવા છતાં આજે ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાતાં તંત્રની કામગીરી સામે સવાલો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૩: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો સર્જાતાં હજારો વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. હાઈવેની બાઉન્ડ્રી નજીક ચાલી રહેલી રિપેરિંગની કામગીરી અને એક જ સાઇડ પર બંને તરફનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાના આયોજનને કારણે આ સ્થિતિ સર્જાતી હોવાની રજૂઆતો થઈ રહી છે.
વ્યસ્ત નેશનલ હાઈવે પર ટ્રાફિકનું યોગ્ય આયોજન અને વાહનોની અવરજવર સુચારુ રહે તે માટે જરૂરી વ્યવસ્થાના અભાવ અંગે હવે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ડાયવર્ઝન માટેનો કટ ઘણો દૂર રાખવામાં આવ્યો હોવાના કારણે વાહનચાલકોને લાંબું અંતર કાપવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે.
પરીક્ષાર્થીઓ ટ્રાફિકમાં અટવાયા, કારકિર્દી પર અસરની ચિંતા
ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પર પડી હતી. પરીક્ષાના સમયગાળા દરમિયાન સર્જાયેલા આ ટ્રાફિક જામમાં અનેક પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પરિણામે કેટલાક પરીક્ષાર્થીઓ કારકિર્દીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પરીક્ષા આપી શકયા ન હોવાની ફરિયાદ સામે આવી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાના સમયે હાઈવે પર આટલી લાંબી ટ્રાફિક સમસ્યા સર્જાય તે ગંભીર બાબત છે. આવા સંજોગોમાં રિપેરિંગની કામગીરી હાથ ધરતાં પહેલાં ટ્રાફિક વ્યવસ્થાનું આગોતરું આયોજન, યોગ્ય ડાયવર્ઝન અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવો અનિવાર્ય બની રહે છે.
અગાઉ જાણ છતાં આજે ફરી જામઃ જવાબદારી કોની?
મળતી માહિતી મુજબ, ગઈકાલે આ વિસ્તારમાં આવતા મોલડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક જવાબદાર નાગરિક દ્વારા ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજે ફરી આઠ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતાં પોલીસની ટ્રાફિક વ્યવસ્થા અને સંબંધિત તંત્ર વચ્ચેના સંકલન અંગે સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, ટ્રાફિક વિભાગને જાણ કર્યા વિના રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ હોવાની પણ ચર્ચા છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હાઈવેની કામગીરી કોણે અને કયા આયોજન હેઠળ શરૂ કરાવી, ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી કોની હતી અને અગાઉની રજૂઆત બાદ શું પગલાં લેવાયાં તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
લાંબા ડાયવર્ઝનને ટૂંકા કરવા અને સઘન ટ્રાફિક વ્યવસ્થાની માંગ
વાહનચાલકોની હાલાકીને ધ્યાનમાં રાખીને રિપેરિંગની કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવે, બંને તરફના વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને વ્યવસ્થિત માર્ગ સુનિヘનિેશનલ હાઈવેનું તંત્ર અને પોલીસ વિભાગ સંકલન સાથે તાત્કાલિક પગલાં ભરે તો હજારો મુસાફરોને રોજિંદી હાલાકીમાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને પરીક્ષાર્થીઓ, નોકરીએ જતા કર્મચારીઓ અને સમયસર ગંતવ્યસ્થાને પહોંચવા નીકળેલા મુસાફરોને આવી પરિસ્થિતિનો ભોગ બનવું ન પડે તે માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
છેલ્લા ૨ દિવસથી વણસતી ટ્રાફિકની સ્થિતિ વચ્ચે લોકોનો એક જ સવાલ છેઃ આટલા મોટા કંલાકોના ટ્રાફિક જામ માટે જવાબદાર કોણ અને વાહનચાલકોને રાહત કયારે મળશે? (તસવીરઃ હેમલ શાહ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
