તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 24th September 2026
સુરેન્દ્રનગરમાં ચા બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા
મફતિયાપરાના ચાર માળિયા આવાસમાં ત્રણ છરીના ઘા ઝીંકી હત્યા, LCB એ આરોપીને ઝડપ્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: સુરેન્દ્રનગર શહેરના મફતિયાપરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ચાર માળિયા ક્વાર્ટરના નીચેના ભાગે હત્યાની ઘટના બની છે. ચા પીવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. બંને સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે.ચાર મિત્રો બેઠા હતા તે દરમિયાન મળતક કિશોર ચા લેવા ગયો હતો. ચા લઈને આવ્યા બાદ ત્રણ મિત્રોએ ચા પીધી હતી અને જે કિશોર દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ચા આપવામાં આવી ન હતી. આ બાબતે બોલાચાલી થતા હાજી નામના કિશોરે જાવેદ પારડી નામના કિશોરને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. પહેલો ઘા પેટના ભાગે, બીજો ગળાના ભાગે અને ત્રીજો માથાના ભાગે મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જાવેદ પારડીને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મળત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યારા હાજીની અટકાયત કરી હતી અને હત્યામાં વપરાયેલું હથિયાર કબ્જે લીધું હતું. હાલ આરોપીને રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને આગળની તપાસ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. વધુ તપાસ પીઆઈ આરએમ સંગાડા કરી રહ્યા છે.(૨.૮)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
