તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
સ્નેહ મિલન નહીં હવે માં મિલન : વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા દ્વારા રવિવારે ભવ્ય આયોજન
નકટીવાવ મેલડી માતાના સાનિધ્યમાં ભવ્ય તાવા અને મહાપ્રસાદનું આયોજન, કેલા પરિવાર દ્વારા સૌને જાહેર આમંત્રણ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા., ૪ : સુરેન્દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા દ્વારા આગામી રવિવારે એટલે કે તા. ૮.૧૧ ના રોજ સ્નેહમિલન ના બદલે માં મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે આવેલા નકટીવાવ મેલડીમાં ખાતે રવિવારના રોજ ભવ્ય મેલડી માતાના તાવાનું અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સુરેન્દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા એટલે લોકોના હૃદયમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. રાજકારણ પછી પણ આજે આટલા વર્ષો પછી પોતાની ઓળખને તેમણે જાળવી રાખી છે. ધનરાજભાઈ કેલા વર્ષોથી પોતાના નિવાસસ્થાન ખાતે નૂતન વર્ષા અભિનંદન અને સ્નેહમિલનની ઉજવણી કરે છે અને પોતાની સાથે જોડાયેલા સમુદાયો, વઢવાણ તાલુકો તેમજ અન્ય ગામોમાંથી આ દિવસે ખાસ તેમના નિવાસસ્થાન ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં લોકો અચૂક હાજરી આપે છે અને સ્નેહમિલન નહીં પરંતુ સ્નેહ અને સેતુનો એક અનોખું મિલન તેમના નિવાસસ્થાન ખાતે યોજવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે કેલા પરિવાર દ્વારા એક અનોખી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે જેનું સૂત્ર સ્નેહમિલન નહીં પરંતુ માં મિલન કરવાનું નક્કી કર્યું છે એટલે કે રવિવારે તા. ૮.૧૧ ના રોજ દિવાળીનો દિવસ પણ છે જે વઢવાણ ખાતે આવેલા નકટીવાવ મેલડીમાંના સાનિધ્યમાં પોતાના સમુદાયો અને સ્નેહીજનો તેમજ કેલા પરિવારના અને જ્ઞાતિ જનો સહિતના લોકોને આ દિવાળીના પાવનકારી અવસરે એક બીજા ભેગા મળી અને માના સાનિધ્યમાં સ્નેહ મિલન યોજવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વઢવાણ નકટીવાવ મેલડીમાં ખાતે ભેગા મળી અને આ મા મિલનને સફળ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પરિવારના મોભી અને ધનરાજભાઈ કેલા તેમજ ગાયત્રીબેન કેલા, લલિતભાઈ કેલા, નરેશભાઈ કેલા, કામિનીબેન કેલા, નિશાબેન કેલા તેમજ માધવ, રુચિકા, પરમ ખુશી અને કેશવ સહિતના પરિવારજનો દ્વારા આ વઢવાણ ખાતે આવેલા નકટીવાવ મેલડીમાં ખાતે માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દરેક નાગરિકો, શહેરીજનો તેમજ ત્યાં દર્શન માટે આવતા લાભાર્થી ભાઈ-બહેનોને દર્શન તેમજ મહાપ્રસાદમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા દ્વારા આપવામાં આવેલ છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
