<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

નેગોશીએબલના ગુન્હામા ૧ વર્ષની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મેઘપર( પડાણા )પોલીસ.

ખટીયા પાટીયા પાસે હોવાની માહિતી મળતા પોલીસે ઝડપી લીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરવામા આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચનાથી તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાનાઓના માર્ગદર્શન મુજબ જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે મેઘપર(પડાણા) પો.સ્ટે ના પોલીસ ઇન્સ્પેકટર એ.એલ.બારસીયાના માર્ગદર્શન મુજબ મેઘપર (પડાણ) પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

   દરમ્યાન મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના સ્ટાફના એ.એસ.આઇ જયરાજસિંહ ડી.ઝાલા તથા પો.કોન્સ કમલેશભાઇ ડી.ગોજીયા તથા પો.કોન્સ કરણાભાઈ ડી.વસરા નાઓને સંયુક્ત ખાનગીરાહે હકીકત મળેલ કે, નામદાર ૦૫ મા એડી.ચીફ.જયુડી.મેજી.ની કોર્ટ જામનગરના ક્રીમીનલ કેશ નંબર ૪૮૬૩/૨૦૨૫ ના તથા નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી એક વર્ષની સજાનો હુકમ કરવામા આવેલ છે તે આરોપી સામતભાઇ ખોળુભાઇ લાલવાણી (ઉ.વ.૨૩) જાતે.કોળી (રહે. ખટીયાગામના પાટીયા પાસે તા.લાલપુર જી.જામનગર વાળો ) હાલ ખટીયા પાટીયા પાસે હોવાની હકિકત મળતા, સુંદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી જીલ્લા જેલ જામનગર ખાતે સોંપી આપેલ છે.
સામતભાઇ ખોળુભાઇ લાલવાણી (ઉ.વ.૨૩) જાતે.કોળી (રહે.ખટીયાગામના પાટીયા પાસે તા.લાલપુર જી.જામનગર)ને ઝડપી લેવાયો છે 

  આ કાર્યવાહી મેઘપર (પડાણા) પો.સ્ટેના પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા તથા એ.એસ.આઇ જયરાજસિંહ ડી.ઝાલા તથા એ.એસ.આઇ મહીપાલસિંહ એલ.જાડેજા તથા પો.કોન્સ કમલેશભાઇ ડી.ગોજીયા તથા પો.કોન્સ કરણાભાઇ ડી.વસરા તથા પો.કોન્સ ગૌતમભાઇ એચ.ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

 

(8:40 PM IST)