તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 3rd September 2026
જામનગરમાં નટબટ કંપનીની કાજુ કતરીમાં ફૂગ નીકળી: એક્સપાયર ડેટ પહેલા જ મીઠાઈ બગડેલી નીકળતા ઉહાપોહ
સાતમના તહેવારમાં મહેમાન માટે મંગાવેલી કાજુકતરી બગડેલી નીકળતા ફરિયાદ: ફુટ શાખાને 950 ની કિલો કાજુકતરી બગડેલી નીકળતા જાણ કરાઈ

જામનગર તહેવાર પર મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન રહેવા જેવો કિસ્સો સામે આવ્યો છે. એક્સપાયર ડેટ પહેલા જ મીઠાઈ બગડેલી નીકળતા ઉહાપોહ મચી જવા પામ્યો છે. નટબટ કંપનીની કાજુ કતરીમાં ફૂગ નીકળી હતી સાતમના તહેવારમાં મહેમાન માટે મંગાવેલી કાજુકતરી બગડેલી નીકળતા ફરિયાદ કરાઈ હતી ફુટ શાખાને 950 ની કિલો કાજુકતરી બગડેલી નીકળતા જાણ કરાઈ હતી,ગ્રાહકે બગડેલી ફૂગ સાથેની કંપનીની કાજુકતરી નીકળતા કંપનીનો સંપર્ક કર્યો હતો ત્યારે કંપનીવાળાએ મનઘડત જવાબ દેતા ગ્રાહકે ફરિયાદ કરી હતી ફૂડ શાખાએ દોડી જઈ આઉટલેટ પર કાર્યવાહી હાથ ધરી છે . આઉટલેટ પર વધુ કાજુકતરીની બગડેલી પ્રોડક્ટ મળી આવી છે
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
