તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પીએમ મોદીની ઈંધણ બચાવવાના આહવાનને ગઢડા મંદિરનું સમર્થન:સત્સંગીઓને જાહેર વાહનોનો ઉપયોગ કરવા અપીલ
આગામી સમયમાં મંદિરે ધાર્મિક મેળાવડા, મોટા ધાર્મિક ઉત્સવો સહિતના સામૂહિક આયોજનો નહીં કરવાનો નિર્ણય કર્યો

દેશમાં ઈંધણનો બચાવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાનને હવે ધાર્મિક સંગઠનો તરફથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડા ગોપીનાથજી મંદિર પ્રશાસન દ્વારા પીએમ મોદીની આ અપીલને આવકારીને દેશહિતમાં કેટલાક ખૂબ જ મહત્વના અને પ્રશંસનીય નિર્ણયો લેવામાં આવ્યા છે. ગઢડા મંદિરના આ કદમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો સત્સંગીઓ વચ્ચે એક સકારાત્મક સંદેશ ગયો છે.
ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ જાહેરાત કરી છે કે, પ્રાઈવેટ વાહનોનો વપરાશ ઘટાડી શકાય અને મોટા પાયે ઈંધણની બચત થઈ શકે તે હેતુથી મંદિરે એક મોટો નિર્ણય લીધો છે. આગામી સમયમાં મંદિરે ધાર્મિક મેળાવડા, મોટા ધાર્મિક ઉત્સવો સહિતના સામૂહિક આયોજનો નહીં કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ભક્તોને બિનજરૂરી અવરજવર ન કરવી પડે.
મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સત્સંગીઓ અને હરિભક્તોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, જ્યાં સુધી શક્ય હોય અને જાહેર વાહનો (બસો, ટ્રેનો) થી કામ ચાલી શકે તેમ હોય, ત્યાં સુધી પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ ન કરવો. ખાનગી વાહનોનો ઉપયોગ માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં અને જરૂરિયાત પૂરતો જ કરવો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે આહવાન કર્યું છે તે દેશના હિત અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આથી, દરેક સત્સંગીની એ ફરજ બને છે કે તેઓ આ રાષ્ટ્રહિતના કાર્યમાં પોતાનો સહયોગ આપે અને પીએમની અપીલને પૂર્ણ સમર્થન જાહેર કરે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
