તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th November 2026
ખંભાળીયાના સોઢા તરઘડી ગામે અનિરૂધ્ધસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમતા મહિલા સહિત ૬ ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૪: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટ અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સુચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક પ્રખર કુમારના માર્ગદર્શનમાં જુગારનો દરોડો પાડયો હતો.
ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામમાં રહેતા અનિરૂધ્ધસિંહ કેશરીસિંહ જાડેજાને કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં જુગારના અખાડામાં રેઇડ દરમ્યાન જુગાર રમતા એક મહીલા સહીત કુલ-૦૭ આરોપીઓને ગંજીપતાના પાના કુલ નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા રૂપીયા-૫૭,૬૦૦/- તથા મોબાઇલ નં-૦૬ જેની કી,રૂ-૧,૧૦,૦૦૦/- તથા બજાજ કંપની રીક્ષા જેના કિ.રૂ.-૧,૦૦,૦૦૦/- આમ કુલ કી.રૂ-૨,૬૭,૬૦૦/- ના મુદામાલ અનિરૂધ્ધસિંહ કેશરીસિંહ જાડેજા ઉવ૩૮ ધંધો-મજુરીકામ રહે.સોઢા તરધડી ગામ તા-ખંભાળીયા, દિપસિંહ અમરસિંહ જેઠવા ઉ.વ.૫૯ ધંધો-ખેતી રહે-સીકકા હાઉસીંગ બોર્ડ પાસે તા-જી-જામનગર, નિતેશભાઇ પ્રાગજીભાઈ રાઠોડ ઉ.વ.૩૧ ધંધો-ખેતી રહે-સીંગચ ગામ રામાપીરના મંદિરની બાજુમા તા-લાલપુર જી-જામનગર, રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઢેર ઉ.વ.૪૦ ધંધો-વેપાર રહે-સીંગચ ગામ નીશાળની બાજુમા તા-લાલપુર જી-જામનગર, રાજકુમાર કિશોરભાઇ મહેતા ઉ.વ.૩૪ ધંધો-રી.ડ્રાઇવીંગ રહે-સીકકા પંચવડી સોસાયટી તા- જી-જામનગર,મહેન્દ્રસિંહ ભુપતસિંહ કંચવા ઉ.વ.૪૨ ધંધો-ખેતીકામ રહે-યુગણી ગામ સમાપીરના મંદીરની બાજુમા તા-જી-જામનગરની ધરપકડ કરેલ છે. જયારે મહીલાને નોટીસ આપેલ છે,
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી સી.આર રાણા, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.એ.વાળા (સર્વેલન્સ સ્ટાફ ઇન્ચાર્જ), એ.એસ, આઇ હેમતભાઈ નથુભાઈ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ), એ.એસ, આઇ હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા(સર્વેલન્સ સ્ટાફ), એ,એસ,આઇ વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ), પો.ે.હેડ.કોન્સ ભરતભાઇ માલદેભાઇ જમોડ (દેવડીયા બીટ), પો.હેડ.કોન્સ કાનાભાઈ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ), પો.હેડ.કોન્સ. સામતભાઈ પબુભાઈ ગઢવી(સર્વેલન્સ સ્ટાફ), પો.કોન્સ.ભુપેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ), પો.કોન્સ અરજણભાઈ રાયદેભાઈ આંબલીયા (સર્વેલન્સ સ્ટાફ)એ કરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
