તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
જામનગરના દિગ્વિજય પ્લોટ 48 ગરબી ચોકમાંથી જુગારનો અખાડો ઝડપાયો : રોકડા રૂ.1.15 લાખ સહિત 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત
સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી : 5 જુગારી પકડાયા, એક ફરાર, મોટરસાયકલ અને મોબાઈલ પણ કબજે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ : શહેરમાં પ્રોહી-જુગારની બદી ડામવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ (IPS) અને જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) ની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
ગત રાત્રે સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયા ના માર્ગદર્શન મુજબ પીએસઆઈ વી.આર.જોરીયા તથા સર્વેલન્સ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ASI રવીરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દિગ્વિજય પ્લોટ 48 ગરબી ચોક, જલેશ્વરી વસ્તુ ભંડાર પાછળ રહેતા સાગર હંસરાજભાઈ હુરબડા પોતાના કબ્જા ભોગવટા પતરાની ઓરડીવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે રેઈડ કરતા સ્થળ પરથી રોકડા રૂ.1,15,000/-, મોટરસાયકલ નંગ-02 કિ.રૂ.1,00,000/-, મોબાઈલ ફોન નંગ-02 કિ.રૂ.5,400/- તથા ઘોડી પાસાના પાસા નંગ-02 કિ.રૂ.00/00 ગણી કુલ રૂ.2,20,400/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપીઓ
(1) સાગર ઉર્ફે સેગુ હંસરાજભાઈ હુરબડા ઉ.વ.25 રહે. દિગ્વિજય પ્લોટ 48, ગરબી ચોક, જામનગર
(2) દીપક ઉર્ફે દીપુ સરગમ ગોવિંદભાઈ ખીચડા ઉ.વ.40 રહે. દિગ્વિજય પ્લોટ 58 કૃષ્ણકોલોની શેરી નં.05
(3) વિરમદેવસિંહ રતનજી જાડેજા ઉ.વ.41 રહે. દિગ્વિજય પ્લોટ 48 મોડપીર દાદાના મંદિર પાસે
(4) મોહનભાઈ નાનજીભાઈ મંગે ઉ.વ.45 રહે. દિગ્વિજય પ્લોટ 54 વિશ્રામવાડી ચોક
(5) ભરત શંકરભાઈ નારોલા ઉ.વ.45 રહે. મહાવીરનગર તકદીરપાનની બાજુમાફરારી આરોપી(6) રાજુ ઉર્ફે બાલી રહે હિરજી મિસ્ત્રી રોડ પાસે જામનગર.
આ કામગીરીમાં PI વી.એમ.ડોડીયા, PSI વી.આર.જોરીયા, ASI રવીરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, મહીપાલસિંહ મથુરસિંહ જાડેજા, હે.કો. સુનિલભાઈ અરજણભાઈ ડેર તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા અને વિજયભાઈ બળદેવભાઈ કણાણી તથા પો.કો. દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા જોડાયા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
