તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
જામનગર પાસે ત્રિપલ અકસ્માતઃ ૩ ના મોતઃ ૭ને ઇજા : જુઓ વિડીયો
ચેલા-ચાંગા હાઇ-વે ઉપર પુરપાટ ઝડપે દોડી રહેલી કારે અકસ્માત સર્જતા કાર, રિક્ષા અને બાઇકનો ભુક્કો બોલી ગયોઃ ભોડેશ્વર ચાલીને જતા પદયાત્રીકો અકસ્માત જોઇને હેબતાઇ ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૧: જામનગર નજીક આવેલા ચેલા-ચાંગા વચ્ચેના હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક અત્યંત કરૂણ અને દિલધડક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લાલપુર તરફના હાઈવે પર પુરપાટ ઝડપે દોડી રહેલી એક કારે અકસ્માત સર્જતાં ઘટનાસ્થળે જ ત્રણેય વાહનોનો ભૂકો બોલી ગયો હતો અને ૩ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોડેશ્વર મહાદેવના દર્શનાર્થે પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા. તે દરમિયાન દર્શનાર્થે જઈ રહેલી ઓટો રિક્ષા, પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ભોડેશ્વર ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ પણ આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયા હતા.
જામનગર લાલપુર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર ગુલાબભાઈ બાબુભાઈ મોખરા અને બાઈક સવાર લાલપુરના નવીન પઠાણ નામના ૨૦ વર્ષીય યુવક અને તેમના મિત્ર સહિત ૩ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં કુલ ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ૨ મહિલાઓ અને ૫ થી ૬ બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તો પૈકી એક નાના બાળકની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ગમખ્વાર અકસ્માતના સમાચાર વાયુવેગે ઙ્કસરી જતાં ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ પરિસરમાં લોકોના મોટા ટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
