<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

પોરબંદર જન્માષ્ટમી લોક મેળામાં ચોરી કરતી ગેંગને મોબાઇલ ચોરી અંગેના અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો :ત્રણ યુવતીઓ સહીત ચારની ધરપકડ

કુલ મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૪૬,૯૯૯/- તથા રોકડ રૂપિયા ૪૩,૧૮૦/- મળી કુલ કિ.રૂ.૯૦૧૭૯/- ના મુદામાલ સાથે ચોરી કરતી ગેંગને પકડી અનડિટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરતો કમલાબાગ સર્વેલન્સ સ્ટાફ

 ( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS) દ્રારાઅનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા વખતો વખત આપેલ સુચના તેમજ હાલમાં જન્માષ્ટમી લોકમેળો ચાલુ હોય જેથી લોકમેળામાં બહોળી સંખ્યામાં માણસો આવતા હોય જેથી ચોરી,ચેઇન સ્નેચીંગ,પીક પોકેટીંગ, વાહન ચોરી જેવા ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ જે અન્વયે પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એસ.જી.સોલંકીના માર્ગદર્શન અને રાહદારી હેઠળ ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ ચોર બાબતે ફળદાયક હકિકત મળી રહે તે સારૂ સર્વેલન્સ પો.સબ. ઇન્સ. એ.એ.ડોડીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ મેળા ગ્રાઉન્ડમાં લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજો તેમજ પેટ્રોલીંગ દરમ્યાન સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે પોરબંદર જુરીબાગ રાણાના બંગલા પાછળ મોમાઇ માતાજીનામંદીર પાસે મોબાઇલ ફોન તથા અન્ય ચીજવસ્તુઓ સાથે એક શખ્શ  તથા ત્રણ બહેનો શંકાસ્પદ ઉભા છે. જેથી હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા હકિકતવાળા એક શખ્શ તથા ત્રણ મહિલાઓ મળી આવેલ તેમની પાસે મોબાઇલ ફોન મળી આવતા જેના કોઇ આધાર પુરાવા ન હોય જેથી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મોબાઇલ ફોન લોક મેળામાંથી એક મહિલાના પર્સમાંથી કાઢી ચોરી કરી લીધેલની કબુલાત કરેલ હોય જેમોબાઇલ ફોન ચોરી થયેલની કમલાબાગ પો.સ્ટે. ફરીયાદ દાખલ થયેલ હોય બાદ મજકુર પાસે રહેલ અન્ય મોબાઇલ નંગ-૨ તથા રોકડા રૂપિયા મળી આવેલ જે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મજકુર ચારેયએ છળ કપટ થી અથવા ચોરી કરી મેળવેલાની શંકા જતા મોબાઇલ ફોન નંગ-૨ તથા રોકડા રૂપિયા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ શંક પડતી મીલ્કત તરીકે કબ્જે કરી એક શખ્શ  તથા ત્રણ મહિલાઓને હસ્તગત કરવામાં આવેલ છે.

(11:23 PM IST)